આજકાલ સૌથી મોટું વ્યાસન કહેવાતું હોય તો તે રીલ્સ છે અને મોટાભાગના લોકો પોતાનો ફ્રી સમય રીલ્સને સ્ક્રોલ કરવામાં પસાર કરે છે. એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ પોતાના દિવસ દરમ્યાન કંટાળ્યો હોય તો પણ તે કામની વચ્ચે રીલ્સ જોઈને મૂડને ફ્રેશ કરતો હોય છે. આ સાથે એવા પણ ઘણા લોકો છે જે નોન-સ્ટોપ બસ રીલ્સ જોયા જ રાખે છે. પરંતુ રીલ્સનું આટલું વ્યસની હોવું આપણા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે.
કેમ કે આખો દિવસ રીલ્સ જોવાની આદતથી તમારી આંગળીઓને નુકસાન પહોચે છે. જેને વોટ્સએપિટિસ કહેવામાં આવે છે. આ મોટાભાગે એવા લોકોને થાય છે જે કલાકો સુધી રીલ્સ જોયા રાખે છે. તેના પગલે તેમને આંગળીઓમાં દુખાવો, સોજો અને નબળાઈ સમસ્યા જોવા મળે છે. વોટ્સિટિસ એ હાથ અને પગની પુનરાવર્તિત તાણ ઇજા (RSI) નો એક પ્રકાર છે. તેને WhatsApp થમ્બ પણ કહેવામાં આવે છે.
આમાં વ્યક્તિને હાથ અને અંગુઠાના ભાગમાં સતત રીલ્સ જોવાથી કે પછી મેસેજ ટેક્સ્ટ કરવાથી થાય છે. જેમાં વ્યક્તિને આ ભાગમાં દુખાવો અથવા હાથમાં સોજા જેવી સમસ્યાનો અનુભવ થાય છે.
અંગૂઠામાં શા માટે દુખાવો થાય છે
સામાન્ય રીતે રીલ્સ જોવા માટે આપણે અંગુઠાનો ઉપયોગ કરીએ છે આવી સ્થિતિમાં અંગૂઠો સ્ક્રીન પર ખેંચાતો રહે છે. એટલું જ નહિ અંગૂઠા પર સતત દબાણ રહે છે અને તેને તે જ રીતે વાળવું પડે છે. આ સતત દબાણ અને એકસરખું વળાંક અંગૂઠાના સ્નાયુઓ અને ચેતાને નુકસાન પહોંચાડે છે. આ સાથે રીલ્સ જોતી વખતે આપણે વારંવાર વાંકા વળીએ છીએ અને તે જ રીતે આપણી આંગળીઓનો ઉપયોગ કરીએ છીએ, જે તેના પર દબાણ લાવે છે. અંતે આ તમારા માટે ખતરનાક બની શકે છે.
ઘણી બધી મુશ્કેલીઓ
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ રીલ્સ જોવે છે ત્યારે તેની બોડી નમેલી હોય છે અને ગરદન નો ભાગ પણ નમેલો હોય છે હાથ સતત ચાલુ હોય છે, આ બધી આદતને કારણે ગરદન, ખભા, અને હાથમાં દુખાવો શરુ થઇ જાય છે. ક્યારેક તો હાથ પણ સુન્ન થઈ જાય છે. આ ઉપરાંત ઊંઘને પણ આનાથી અસર થાય છે તેથી રીલ્સ જોવાનું ઓછું કરવું હિતાવહ છે.
ખાસ નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી સલાહ નિષ્ણાતો દ્વારા આધારિત છે. આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરો. મહેરબાની કરીને નોંધ કરો, કોઈપણ ઉપયોગથી થતા કોઈપણ નુકસાન માટે મંતવ્ય ન્યુઝ જવાબદાર રહેશે નહીં.
આ પણ વાંચો:Muscles gain tips/શાકાહારીઓએ મસલ્સ બનાવવા માટે આ ખોરાક ખાવો જોઈએ, શરીર માંસથી ભરાઈ જશે
આ પણ વાંચો:Benefits of black gram/રેસલરનો નાસ્તો કહેવાય છે આ ખોરાકને,જાણો તાકાત વધારવા માટેના દેશી ટોનિકનું શું છે નામ
આ પણ વાંચો:Oh WOW!/જેનરિક દવાઓની માંગ વધી, 40 ટકા દર્દીઓએ બ્રાન્ડેડ દવાઓ છોડી દીધી
