Lifestyle/ સરસવનું તેલ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત? માત્ર 3 ટેસ્ટથી ઘરે જ અસલી-નકલીનો ફરક જાણવાની ટિપ્સ…

સરસવના તેલને ગરમ કરતા આંખો બળે એવો ધુમાડો નીકળે છે, એના સ્વાસ્થ્ય લાભ અનેક છે પરંતુ, માર્કેટમાં એમાં સસ્તા તેલ કે પછી કેમિકલ ભેળવવામાં આવે છે જે…

Tips & Tricks Food Trending Lifestyle

Lifestyle: ભારતીય પરંપરાગત રસોડા (Kitchen)નો એક ખાસ હિસ્સો છે સરસવનું તેલ! બજારમાં અનેક પ્રકારના તેલ મળે છે પણ એ તમામ શુદ્ધ જ હશે એની કોઇ ગેરેંટી હોતી નથી!! વેપારીઓ થોડોક વધારે નફો કમાવા માટે તેલમાં પણ ભેળસેળ (Adulteration) કરવાનું ચૂકતા નથી અને આપણને એની ખબર સુદ્ધાં પડતી નથી. અમે તમારા માટે લઇને આવ્યા છીએ એવા 3 સરળ ટેસ્ટ (Test) જે તમે ઘરે બેઠાં જ કરી શકો છો અને કયું તેલ શુદ્ધ (Pure Oil) છે અને શેમાં ભેળસેળ કરવામાં આવેલી છે એ આ ટિપ્સથી જાણી શકશો.

તીખો સ્વાદ અને આંખો બળે એવો ધુમાડો એ વિશેષતા

સરસવના તેલ (Mustard Oil)નો એક વિશેષ તીખો સ્વાદ (Pungent Taste) હોય છે તથા એને ગરમ કરતા આંખો બળે એવો ધુમાડો (Smoke) નીકળે છે આ ઉપરાંત, એના સ્વાસ્થ્ય લાભ (Health Benefits) વિશે શંકાને કોઇ સ્થાન જ નથી. સરસવના તેલમાં માર્કેટમાં સસ્તા તેલ કે પછી હાનિકારક કેમિકલ (Chemical) ભેળવવામાં આવે છે જે તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. હવે આ સંજોગોમાં સરસવનું અસલી તેલ કયું છે એના અમુક ઘરગથ્થું નુસખા છે જે તમે અજમાવી શકો છો અને શુદ્ધ સરસવના તેલમાં વાનગીઓ બનાવીને તમારા અને તમારા કુટુંબના સ્વાસ્થ્યની રક્ષા કરી શકો છો.

તેલની શુદ્ધતા ચકાસવા માટેની ઘરગથ્થું કસોટીઓ

સરસવના તેલમાં સસ્તા તેલ કે સિન્થેટિક ભેળસેળ છે કે નહિં એને જાણવા માટેની 3 સરળ કસોટી અંગેની ટિપ્સ (Tips) અહિં દર્શાવી છે.

1. હાથમાં ઘસીને ચૅક કરો

સૌથી હાથવગી કસોટી છે કે તેલને હાથમાં ઘસી (Rub)ને જોવું! તમારી હથેળી પર 4-5 ટીપાં તેલ (Oil) લઇને હથેળીઓને પરસ્પર ઘસવી. જો સરસવનું તેલ શુદ્ધ હશે તે એમાં તેજ તીખી સુગંધ હશે અને એ રંગવિહીન હોવાથી તમારી ત્વચા પર કોઈ પણ જાતનો રંગ લાગશે નહિં. આ ઉપરાંત, તેજ વાસને કારણે તમારી આંખો થોડી બળશે. જો તેલ અશુદ્ધ હશે તો એનો રંગ ચામડી (Skin) પર લાગશે અને એમાં બનાવટી ગંધ આવશે.

2. ફ્રિઝીંગ ટેસ્ટ

બીજી આસાન કસોટી છે ફ્રિઝીંગ ટેસ્ટ (Freezing Test)! આ માટે થોડું સરસિયું એક વાડકીમાં લઇને એને કેટલાક કલાક માટે ફ્રીઝમાં રાખવું. સરસવની શુદ્ધતાનું પ્રમાણ (Purity Test) એનું પ્રવાહીપણું પણ છે. જો એ શુદ્ધ હશે તો એ મહદઅંશે લિકિવડ રહેશે પણ જો એમાં ભેળસેળ હશે તો સફેદ ધબ્બા કે ઉપર કોઇ લૅયર જામેલું જોવા મળશે. જો આવું જણાય તો સમજી લેવું કે, એમાં પામ ઓઇલ (Palm Oil)ની મિલાવટ થયેલી છે. પામ તેલ ફ્રીઝમાં જામી જાય છે.

3. નાઇટ્રિક એસિડ ટેસ્ટ

આ એક કેમિકલ આધારિત પદ્ધતિ છે અને આ ટેસ્ટ અત્યંત સાવધાનીપૂર્વક કરવો જોઇએ. આ પ્રયોગ માટે એક કાચનું પાત્ર લેવું અને એમાં સરસવનું તેલ તથા નાઇટ્રિક એસિડ (Nitric Acid) બંને સમાન માત્રામાં મિક્સ કરવા અને ધીમે-ધીમે હલાવવું. જો ભેળસેળ હશે તો તેલનો રંગ નારંગી કે પીળાથી બદલાઇને લાલ થઈ જશે. ખતરનાક ભેળસેળનો તાગ મેળવવા માટે આ એક વિશ્વાસપાત્ર કસોટી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…

આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…

આ પણ વાંચો: કઠણ નારિયેળને તોડવાથી લઈને ફણસ કાપવા સુધી, બધું જ હવે સરળ બનશે…આ રહી ટિપ્સ…