બોલીવુડ/ જો તું મારી સાથે 8 દિવસમાં લગ્ન નહિ કરે તો, રીના રોયે આવી ધમકી કોને આપી હતી ?

શત્રુઘ્ન સિંહા, રીના રોય અને પૂનમ સિંહા ફિલ્મ હથકડીમાં સાથે કામ કરી ચૂક્યાં છે. ફિલ્મના નિર્માતાઓ 3 પ્રેમીઓ વચ્ચે અટવાઈ ગયા હતા.

Entertainment
જગન્નાથ જી 8 જો તું મારી સાથે 8 દિવસમાં લગ્ન નહિ કરે તો, રીના રોયે આવી ધમકી કોને આપી હતી ?

90 ના દાયકાની હીરોઇન રીના રોયે પોતાના અભિનયથી લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. 90 ના દાયકામાં રીનાએ બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી અને સફળતા પણ મેળવી હતી. તે સમયે સુપરસ્ટાર શત્રુઘ્ન સિંહા સાથેના તેણીના સંબંધોની ચર્ચા ચોરને ચૌટે હતી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને આ દરમિયાન તેઓ બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ આ દરમિયાન પૂનમની એન્ટ્રી થઈ.

જગન્નાથ જી 9 જો તું મારી સાથે 8 દિવસમાં લગ્ન નહિ કરે તો, રીના રોયે આવી ધમકી કોને આપી હતી ?

આપને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહા, રીના રોય અને પૂનમ સિંહા પણ ફિલ્મ હથકડીમાં સાથે કામ કરી ચૂક્યાં છે. ફિલ્મના નિર્માતાઓ 3 પ્રેમીઓ વચ્ચે અટવાઈ ગયા હતા. એટલું જ નહીં, તણાવ એટલો વધી ગયો હતો કે રીના રોયે શત્રુઘ્ન સિંહાને ધમકી આપી હતી કે તે ફરીથી પૂનમ સાથે કામ નહીં કરે. રીનાએ ધમકી આપી હતી કે જો શત્રુઘ્ન સિંહા તેની સાથે લગ્ન નહીં કરે તો તે આગામી 8 દિવસમાં કોઈ અન્યની સાથે લગ્ન કરશે.

જગન્નાથ જી 10 જો તું મારી સાથે 8 દિવસમાં લગ્ન નહિ કરે તો, રીના રોયે આવી ધમકી કોને આપી હતી ?

શત્રુઘનના એક નજીકના મિત્રોમાંથી એક એવા અને હથકડી ફિલ્મના નિર્માતા પહેલજ નિહલાનીએ પૂનમને ટેકો આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલજ નિહલાનીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હથકડી પછી હું શત્રુઘન, રીના અને સંજીવ કુમારને મારી આગામી ફિલ્મ ટાઇફૂન માટે કાસ્ટ કરવા ખૂબ જ ઉત્સુક હતા.  પણ રીનાએ કહ્યું, તારા મિત્રને લગ્ન માટે તૈયાર રહેવા કહે. મેં લગ્ન માટે મારું મન બનાવ્યું છે કે જો તે મારી સાથે લગ્ન નહીં કરે તો હું આઠ દિવસમાં કોઈ અન્યની સાથે લગ્ન કરીશ. જો તે (શત્રુઘ્ન) તેનો જવાબ આપે તો જ હું તમારી ફિલ્મમાં કામ કરીશ.

Download Shatrughan Sinha And Reena Roy Video Song from Valentines Day Spl - Bollywood Love Stories :Video Songs – Hungama

થોડા સમય પહેલા શત્રુઘ્ન સિંહા તેની પત્ની પૂનમ સિંહા સાથે ‘ધ કપિલ શર્મા શો’ પર પહોંચ્યા હતા, જ્યાં બંનેએ ચાહકોને તેમની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું. પૂનમે જણાવ્યું કે બંને પટણાથી મુંબઇ આવતી ટ્રેનમાં પ્રથમ વખત મળ્યા હતા. પૂનમ સંબંધીના લગ્નથી પરત આવી રહી હતી. તે સમયે શત્રુઘ્ન અને પૂનમ બંને અસ્વસ્થ હતા. પૂનમ ટ્રેનમાં રડતી હતી કારણ કે પૂનમની માતાએ તેને ઠપકો આપ્યો હતો અને શત્રુઘ્ન દુખી હતો કારણ કે તે તેના માતાપિતાને છોડીને આવી રહ્યા હતા.