નિવેદન/ ભારત-પાકિસ્તાનની મેચ મામલે શશી થરૂરે કહ્યું કારગિલ સમયે પણ મેચ રમાઇ હતી

કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં થયેલા મોતને લઈને કેટલાક સંગઠનો અને નેતાઓએ મેચ રદ્દ કરવાની માંગ કરી હતી, જોકે,આ મેચના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. .

Top Stories Sports
sashitharoor ભારત-પાકિસ્તાનની મેચ મામલે શશી થરૂરે કહ્યું કારગિલ સમયે પણ મેચ રમાઇ હતી

ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર તમામની નજર  છે. આ હાઇવોલ્ટેજ મેચ મામલે  દેશમાં ઘણી રાજકીય બયાનબાજી પણ થઈ રહી હતી. કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં થયેલા મોતને લઈને કેટલાક સંગઠનો અને નેતાઓએ મેચ રદ્દ કરવાની માંગ કરી હતી, જોકે,આ મેચના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. .

આ મુદ્દે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સાથેના અમારા સંબંધો સંપૂર્ણપણે બગડે નહીં ત્યાં સુધી બધું જ ચાલવું જોઈએ.એ ભૂલશો નહીં કે 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભાજપની સરકાર હતી અને અમે પાકિસ્તાન સામે વર્લ્ડ કપ મેચ રમી હતી. રમતગમત અને રાજકારણને અલગ રાખવું જોઈએ.

ભાજપના કેટલાક નેતાઓએ મેચ રદ કરવાની માંગ કરી હતી. જોકે, BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી દીધું હતું કે મેચ રદ કરી શકાતી નથી. ભારત એકવાર આ મેચ રમવા માટે સંમત થઈ ગયું છે અને હવે ભારતીય ટીમ અંતિમ ક્ષણે મેચ રમવાથી પાછળ હટી શકે તેમ નથી. ICCના નિયમો અનુસાર, ICC સભ્ય દેશ રાજકીય કારણોસર અન્ય સભ્ય દેશ સાથે મેચ રમવાનો ઇનકાર કરી શકે નહીં.