નિવેદન/ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરે ભારતના ફાસ્ટ બોલર ઉમરાન મલિક વિશે જાણો શું કહ્યું…

ભારતીય ફાસ્ટ બોલર ઉમરાન મલિકે IPL 2022માં પોતાની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે. સતત 150 પ્લસની સ્પીડથી બોલિંગ કરી રહેલો ઉમરાન ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળી શકે છે

Top Stories Sports
10 11 રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરે ભારતના ફાસ્ટ બોલર ઉમરાન મલિક વિશે જાણો શું કહ્યું...

ભારતીય ફાસ્ટ બોલર ઉમરાન મલિકે IPL 2022માં પોતાની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે. સતત 150 પ્લસની સ્પીડથી બોલિંગ કરી રહેલો ઉમરાન ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળી શકે છે. ઘણા દિગ્ગજોનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરનો આ ઝડપી બોલર ટૂંક સમયમાં પાકિસ્તાનના દિગ્ગજ ઝડપી બોલર શોએબ અખ્તરનો રેકોર્ડ તોડી શકે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઉમરાને અત્યાર સુધી આઈપીએલ 2022માં 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે, જે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ છે. ઉમરાનની સ્પીડ જોઈને હવે શોએબ અખ્તરને પણ ઠંડી લાગવા લાગી છે.

અખ્તરે સૌથી પહેલા ઉમરાનની સ્પીડ વિશે કહ્યું હતું કે જો ભારતીય ઝડપી બોલર તેનો રેકોર્ડ તોડી નાખશે તો તે ખુશ થશે. બાદમાં તેણે એમ પણ કહ્યું કે ઉમરાને તેનો રેકોર્ડ તોડતી વખતે તેના હાડકાં તોડવા જોઈએ નહીં. અખ્તરે  કહ્યું કે, ‘મારા વર્લ્ડ રેકોર્ડને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જ્યારે લોકો મને આ વિશે પૂછે છે, ત્યારે હું પણ વિચારું છું કે કોઈ એવું હોવું જોઈએ જે આ રેકોર્ડ તોડશે. મને ખુશી થશે કે ઉમરાને મારો રેકોર્ડ તોડે. હા, પણ મારો રેકોર્ડ તોડતી વખતે તેણે પોતાના હાડકાં ન તોડવા જોઈએ, એ જ મારી પ્રાર્થના છે. તેનો અર્થ થાય છે ફિટ રહેવું.

રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા અખ્તરે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઉમરાને તાજેતરમાં IPL 2022 ની એક મેચમાં 157 kph ની ઝડપે બોલ ફેંક્યો, જે IPL ઇતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ હતો. સનરાઇઝર્સ હૈદરાબાદનો આ ઝડપી બોલર IPL 2022માં 150+ની ઝડપે સતત બોલિંગ કરી રહ્યો છે.

અખ્તરે કહ્યું કે ભારતીય ટીમે આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં ઉમરાન મલિક ચોક્કસપણે પસંદગીકારોના રડાર પર હશે. તેણે સલાહ આપી કે બીસીસીઆઈએ ઉમરાન મલિક જેવા ઝડપી બોલરોનું ધ્યાન રાખવું પડશે. અખ્તરે કહ્યું કે ઉમરાને એ સુનિશ્ચિત કરવું પડશે કે કામનું ભારણ વધારે ન હોય.