ધમકી/ ટેન્કર હુમલાના સંદર્ભે ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું કે ઇરાને અમારી રીતે જવાબ આપીશું

.ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખાતિબઝાહેદે કહ્યું કે આવા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો નવા નથી, અમે હુમલો કર્યો નથી

World
israil ટેન્કર હુમલાના સંદર્ભે ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું કે ઇરાને અમારી રીતે જવાબ આપીશું

ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટે રવિવારે ઓમાન કિનારે ઇઝરાયેલ સંચાલિત ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલા માટે ઇરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને તેમણે  કહ્યું કે ઇરાને આ ગંભીર ભૂલ કરી છે. જોકે ઈરાને આ હુમલાને નકારી કાઢયો  છે. આ હુમલામાં ક્રૂના બે સભ્યો માર્યા ગયા હતા.ઈરાને ઓઈલ ટેન્કર મર્સર સ્ટ્રીટ પર ગુરુવારે રાત્રે થયેલા હુમલામાં સંડોવણી નકારી છે, પરંતુ બેનેટે ઈરાનને આડકતરી રીતે ધમકી આપી છે. વ્યાપારી જહાજો પર હુમલા બંધ થયા બાદ થોડા વર્ષોના વિરામ બાદ  આ પ્રદેશમાં આ પ્રથમ જાનહાનિ નો  બનાવ બન્યો છે. પરમાણુ કરારને લઈને ઈરાન સાથેના તણાવ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. જોકે ઇઝરાયલે ઇરાન પર આ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

બેનેટે સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે, ઈરાને આ અઘટિત કૃત્ય કર્યું છે અને હવે તે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઇરાન આ આરોપોને નકારી રહ્યા છે.  હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે જહાજ પર હુમલો કરનાર ઈરાન હતો. તેમણે કહ્યું કે, ગુપ્તચર એજન્સીઓને ઈરાનની સંડોવણીના પુરાવા મળ્યા છે અને અમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય ઈરાની શાસનને સ્પષ્ટપણે જણાવશે કે તેણે ગંભીર ભૂલ કરી છે. કોઈ પણ સ્થિતિમાં અમારે ઇરાનને કેવી રીતે જવાબ આપવું છે તે અમે સારી રીતે જાણીએ છીએ.

ઈરાને  આ આરોપોને નકાર્યા હતા. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખાતિબઝાહેદે કહ્યું કે આવા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો નવા નથી. એ લોકો જેમણે ઇઝરાયલી શાસનમાં પગ જમાવવાની મંજૂરી આપી છે તેઓ આ હુમલા માટે જવાબદાર છે. અમેરિકામાં જાણીતી ઈરાન વિરોધી લોબી ઈસ્લામિક દેશ સામે આરોપો મૂકવાની કોઈપણ તકનો ઉપયોગ કરે છે તે કોઈ નવી વાત નથી.