Election/ પ્રદેશ ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, જીતુ વાઘાણીની થઇ બાદબાકી

ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી છે. જેમાં 20 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરાયો છે.

Gujarat Others
tank 3 પ્રદેશ ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, જીતુ વાઘાણીની થઇ બાદબાકી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. 6 મહાનગર પાલિકા માટે ઉમેદવારી પત્ર ભરાઈ ચુક્યા છે. અને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા  હાલમાં ચાલુ છે. તમામ પક્ષે જોરશોરથી પ્રચાર કાર્ય શરુ કર્યું છે.

Image result for smruti irani,

ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી છે. જેમાં 20 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરાયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપ પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત 20 નેતાઓ પ્રચાર કાર્યમાં જોડાશે. તો અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરાયો છે.  જોકે આ યાદીમાંથી ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણી ની બાદબાકી કરવામાં આવી છે. તો પૂર્વ મંત્રીઓમાં રણછોડ રબારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Image result for alpesh thakor

ઉલ્લેખનીય છે કે, આજે સીએમ વિજય રૂપાણી આજે ભાવનગરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. પૂર્વ-પશ્ચિમ વિધાનસભાના વિસ્તારમાં બે સભા સંબોધશે. સાંજે 6:30 કલાકે બોરતળાવ બાલવાટિકા ખાતે અને સાંજે 7:30 કલાકે શિવાજી સર્કલ ખાતે સભા ણે સંબોધન કરશે. cmના આગમન પહેલા મનપા દ્વારા આ વિસ્તારમાંથી તમામ લારી ગલ્લાઓ હટાવાયા છે. શહેર ભાજપ દ્વારા બન્ને સ્થળે તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.

લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર

Political / ચીન સાથે સરહદ પરના ગતિરોધ અંગે રક્ષામંત્રી દેશને ગેરમાર્ગે દોરે છે : રણજીત સુરજેવાલા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…