Science City/ રાજકોટમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની પ્રણાલીઓને આવરી લેતુ રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ ઓક્ટોબરના અંત સુધીમાં તૈયાર

રાજકોટવાસીઓ રંગીલા અને શોખીન હોવાની ઓળખ ધરાવે છે, પરંતુ હવે રાજકોટ સ્માર્ટ સીટીની સાથે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું સિટી બનવા જઈ રહ્યું છે. રાજકોટવાસીઓની જ્ઞાનપિપાસાને સંતોષવા માટે  ઈશ્વરિયા

Gujarat Rajkot Trending
science city 2 રાજકોટમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની પ્રણાલીઓને આવરી લેતુ રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ ઓક્ટોબરના અંત સુધીમાં તૈયાર

રાજકોટવાસીઓ રંગીલા અને શોખીન હોવાની ઓળખ ધરાવે છે, પરંતુ હવે રાજકોટ સ્માર્ટ સીટીની સાથે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું સિટી બનવા જઈ રહ્યું છે. રાજકોટવાસીઓની જ્ઞાનપિપાસાને સંતોષવા માટે  ઈશ્વરિયા પાર્ક પાસે રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ બની રહ્યું છે, જે ઓક્ટોબરના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. આ મ્યુઝિયમ 10 એકરમાં બન્યું છે. મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ તેની 6 ગેલેરી હશે જેમાં વિજ્ઞાનના અલગ અલગ વિષયોને આવરી લેવાયા છે.

science city રાજકોટમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની પ્રણાલીઓને આવરી લેતુ રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ ઓક્ટોબરના અંત સુધીમાં તૈયાર

 

બાળકો માટે સાઉન્ડ આધારિત થીમ પાર્ક, ફાઉન્ટેન, પ્લે એરિયા

રાજકોટમાં આ સાયન્સ મ્યુઝિયમ બન્યા બાદ બાળકોથી લઇ અને મોટેરાઓ સુધી નાનકડા બલ્બ થી લઈ સ્પેસ સુધીની સફર પાછળ રહેલા વિજ્ઞાનને ઓળખવા માટે મુલાકાત લઇ અને જ્ઞાનમાં વધારો કરી શકશે.આ ઉપરાંત ઓગમેન્ટેડ રિઆલિટી, વર્ચ્યુઅલ રિઆલિટી, હોલોગ્રાફી આધારિત લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા પ્રદર્શન થશે. સેન્ટ્રલ કોર્ટયાર્ડ, થ્રીડી થિએટર, બાળકો માટે સાઉન્ડ આધારિત થીમ પાર્ક, ફાઉન્ટેન, પ્લે એરિયા હશે. મ્યુઝિયમ વિશાળ હશે એટલે જ તેને ઊર્જાની જરૂર પડશે પણ ક્લીન એનર્જીની પ્રેરણા આપવા માટે 100 કે.વી.ના સોલાર પેનલ લગાવાશે.

Regional Science Museum

રોબોટિક્સ સાથે જોડવા માટે ખાસ વર્કશોપની સુવિધા

લાઈટ બલ્બ કેવી રીતે કામ છે?’ ‘બોલપેન કેવી રીતે લખી શકે છે?’ આ બધા પ્રશ્નોના જવાબ જાણવા, જોવા મળશે.આ ગેલેરી શક્તિ પરથી પ્રેરિત છે, જેમાં મશીનની પાછળનુ વિજ્ઞાન સમજાવાશે. ઉદ્યોગસાહસિકોને તાલીમ મળે તેવી સુવિધા.આઈન્સ્ટાઈનથી શરૂ કરીને સી.વી. રમન જેવા 206 નૉબેલ પારિતોષિક વિજેતાઓ હશે. જે યુવાનોને પ્રેરિત કરશે.રોબોટ્સની વિશાળ શ્રેણી છે. આ ઉપરાંત મુલાકાતીઓને રોબોટિક્સ સાથે જોડવા માટે ખાસ વર્કશોપની સુવિધા રહેશે.સુંદર કાચ અને સિરામિક પદાર્થ પાછળનું વિજ્ઞાન ખંગાળવાની તક આ ગેલેરીમાં મળશે. એક ખાસ દીવાલ પણ જોવા મળશે.જીવનની વિવિધતા, ઉત્ક્રાંતિવાદ અને જીવનની પ્રણાલીઓને આવરી લઈ જીવનચક્રને લગતી સફર આ ગેલેરી કરાવશે.

Regional Science Museum

majboor str 12 રાજકોટમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની પ્રણાલીઓને આવરી લેતુ રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ ઓક્ટોબરના અંત સુધીમાં તૈયાર