Surat/ પાંડેસરામાં નકલી ડોકટર સામે મોટી કાર્યવાહી, પોલીસે ઇસમને ઝડપી વોન્ટેડ જાહેર કર્યો

ક્લિનિકમાંથી દવા/સીરપાઇજેકશનો તથા અન્ય જરૂરી ડોકટરના ઉપકરણો મળી કુલ્લે કિ.રૂ.14,429/- નો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે. તેમજ તેને આ બનાવટી ડીગ્રી તથા રજીસ્ટ્રેશન સર્ટી બનાવી આપનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Gujarat Surat
a 317 પાંડેસરામાં નકલી ડોકટર સામે મોટી કાર્યવાહી, પોલીસે ઇસમને ઝડપી વોન્ટેડ જાહેર કર્યો

@સંજય મહંત, મંત્યા ન્યૂઝ – સુરત 

સુરત શહેર પોલીસએ બાતમીના આધારે, પાંડેસરા બમરોલી રોડ ડી-માર્ટની સામે બાલાજી નગર સોસા. મકાન નં. 185માં “આશીર્વાદ ક્લિનિક ચલાવતા ડો. નિલેશ સત્યનારાયણ તિવારી ઉ.વ.25 ધંધો મેડીકલ પ્રેકટીશ રહે.ઘર નં.155 રણછોડનગર સોસા. સી.એન.જી. પંપની પાછળ વડોદ ગામ પાંડેસરા સુરત મુળ વતન ગામ કંદેલા તા.સિરમોર થાના સિરમોર જી.રીવા (મધ્યપ્રદેશ) વાળા પાસે કોઈ ડોકટરની ડીગ્રી નથી પરંતુ તે કોઈ જગ્યાએથી બોગસ ડોક્ટરની ડીગ્રી મેળવી તેમજ પોતાના નામનું ડોકટર તરીકે પ્રેક્ટીસ કરવા માટેનુ બનાવટી રજીસ્ટ્રેશન સર્ટી બનાવી તે આધારે ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે.

a 318 પાંડેસરામાં નકલી ડોકટર સામે મોટી કાર્યવાહી, પોલીસે ઇસમને ઝડપી વોન્ટેડ જાહેર કર્યો

એસ.ઓ.જી., ના PI ટી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી જેમાં PSI વી સી.જાડેજા ,ASI અનિલભાઈ વિનજીભાઈ, Hc દામજી ધનજીભાઈ PC અશોકભાઈ લુણી તથા પાંડેસરા બમરોલી SMC હેલ્થ સેન્ટરના ડો. અશોક ત્રિવેદી, ચીફ સેનેટરી ઇન્સ્પેકટર અજીતસીંહ પરમાર તથા સબ સેનેટરી ઇન્સ્પેકટર દિનેશભાઈ ડોડીયાએ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી ક્લિનિકમાંથી ઉપરોક્ત ઈસમને ઝડપી પાડી તેની પાસેથી તેના નામની B.A.M.S. કલક્તાની બનાવટી ડોકટરની ડિગ્રી , તેમજ અમદાવાદ ખાતે નોંધણી કર્યા અંગેનુ બનાવટી રજીસ્ટ્રેશન સર્ટી મળી આવ્યું હતું.

તેમજ ક્લિનિકમાંથી દવા/સીરપાઇજેકશનો તથા અન્ય જરૂરી ડોકટરના ઉપકરણો મળી કુલ્લે કિ.રૂ.14,429/- નો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે. તેમજ તેને આ બનાવટી ડીગ્રી તથા રજીસ્ટ્રેશન સર્ટી બનાવી આપનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો