Not Set/ ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની નાકથી આપી શકાય તેવી પરીક્ષણ માટે રેગ્યુલેટરની મંજૂરી મળી

ભારતમાં આવી વેક્સિનની બીજી-ત્રીજી ટ્રાયલ માટે સરકારે ભારત બાયોટેકને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવાઇ છે. ‘એડેનોવાઇરલ ઈન્ટ્રાનેઝલ વેક્સિન BBV154’ નામની આ વેક્સિન – એ જગતની આ પ્રકારની સૌપ્રથમ વેક્સિન છે.

Top Stories India
Untitled 205 ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની નાકથી આપી શકાય તેવી પરીક્ષણ માટે રેગ્યુલેટરની મંજૂરી મળી

કોરોના વાઇરસનો ચેપ રોકવા માટે માત્ર નાકમાં સ્પ્રે કરીને આપી શકાય એવી નેઝલ વેક્સિન માટે આખા જગતમાં સંશોધન ચાલી રહ્યાં છે ત્યારે ભારતમાં આવી વેક્સિનની બીજી-ત્રીજી ટ્રાયલ માટે સરકારે ભારત બાયોટેકને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવાઇ છે. ‘એડેનોવાઇરલ ઈન્ટ્રાનેઝલ વેક્સિન BBV154’ નામની આ વેક્સિન – એ જગતની આ પ્રકારની સૌપ્રથમ વેક્સિન છે. 18 થી 60 વર્ષના વય ગ્રૂપનાં તદ્દન સ્વસ્થ સ્વયંસેવકો ઉપર આ વેક્સિનની પ્રથમ ટ્રાયલના ખૂબ સારા પરિણામ આવ્યા હોવાનું સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે જણાવ્યું હતું….સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે જો આ નેઝલ વેક્સિન કારગત સાબિત થશે તો ચોકક્સથી તે બાળકો માટે કોરોનાકાળમાં ગેમચેન્જર સાબિત થશે.

નેઝલ વેક્સિનથી માણસોને કોઈ આડઅસર થતી નથી. તેમના શરીરમાં કોરોના વાઇરસને રોકનાર એન્ટિબોડીઝ ખૂબ સારા પ્રમાણમાં વિકસ્યા હતા. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના જણાવ્યા મુજબ ઈન્ટ્રાનેઝલ વેક્સિન સુરક્ષિત છે, રોગપ્રતિકારકશક્તિ વધારે છે અને આડઅસર વગરની છે… કોવેક્સિન સાથે નેઝલ સ્પ્રે વેક્સિનનો ડોઝ આપીને તપાસવામાં આવશે. પશુઓ પર થયેલી સ્ટડીમાં રસી એન્ટીબોડીનું ઉચ્ચ સ્તર બનાવવામાં સફળ રહી. કોવિડ-19ની રસીના વિકાસ માટે મિશન કોવિડ સુરક્ષાની શરૂઆત કરાઈ હતી.