Not Set/ સુનીલ પાટીલે કર્યા અનેક ચોંકાવનારા ખુલાસાઓ,જાણો વિગતો

કેસના નવા સાક્ષી સુનીલ પાટીલે રવિવારે સાંજે SIT સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું.

Top Stories India
NCB123 સુનીલ પાટીલે કર્યા અનેક ચોંકાવનારા ખુલાસાઓ,જાણો વિગતો

મુંબઈ ક્રુઝ નાર્કોટિક્સ કેસમાં દરરોજ નવી નવી બાબતો સામે આવી રહી છે. હવે આ કેસના નવા સાક્ષી સુનીલ પાટીલે રવિવારે સાંજે SIT સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું. એક મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે આર્યન ખાન કેસને લઈને ઘણી બાબતોનો ખુલાસો કર્યો. સુનીલ પાટીલે કબૂલાત કરી છે કે આર્યનને મુક્ત કરાવવા માટે લાંચની ઓફર કરવામાં આવી હતી. તે જ સમયે પાટીલે ભાજપના કાર્યકર અને કેસના સાક્ષી મનીષ ભાનુશાળી પર અપહરણ, મારપીટ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

રવિવારની મોડી સાંજે સુનીલ પાટીલ આર્યન ડ્રગ્સ કેસમાં પોતાનું નિવેદન નોંધવા મુંબઈ પોલીસની વિશેષ તપાસ ટીમ સમક્ષ હાજર થયા હતા અધિકારીઓએ જણાવ્યું કે પાટીલ ખાનગી કેબમાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બાદમાં દક્ષિણ મુંબઈમાં એસઆઈટી ઓફિસ ગયા. તેમણે કહ્યું કે પાટીલ રવિવારે સાંજે 6.15 વાગ્યાની આસપાસ SIT ઓફિસમાં પ્રવેશ્યા હતા.

સુનીલ પાટીલે ભાજપના કાર્યકર મનીષ ભાનુશાળી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે ભાનુશાળી પર તેને હોટલમાં લઈ જવાનો અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુનીલ પાટીલે જણાવ્યું હતું કે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના નજીકના સહયોગીએ મુંબઈના દરિયાકાંઠે જહાજ પર કથિત ‘રેવ પાર્ટી’ યોજાઈ રહી હોવાની માહિતી આપી હતી. જે બાદ NCBએ ક્રૂઝ શિપ પર દરોડા પાડીને આર્યન ખાનની ધરપકડ કરી હતી. સુનીલ પાટીલે કહ્યું કે દરોડા દરમિયાન કિરણ ગોસાવી અને બીજેપી કાર્યકર મનીષ ભાનુશાલી પણ હાજર હતા.

મહારાષ્ટ્રના બીજેપી નેતા મોહિત કંબોજે દાવો કર્યો હતો કે પાટીલ આ કેસમાં “માસ્ટર માઈન્ડ” હતો અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે તેના સંબંધો હતા તે પછી શનિવારે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સુનીલ પાટીલનું નામ અચાનક સામે આવ્યું હતું. સુનીલ પાટીલના જણાવ્યા અનુસાર, ક્રૂઝ પાર્ટીની ગુપ્ત માહિતી નીરજ યાદવે આપી હતી, જે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નજીક છે.

ઉલ્લેખનીય છે કે  7 ઓક્ટોબરે  નીરજ યાદવે દાવો કર્યો હતો કે તેણે મનીષ ભાનુશાળી અને કિરણ ગોસાવીને 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝ પરની પાર્ટી વિશે જાણકારી આપી હતી. ભોપાલના રહેવાસી નીરજ યાદવના જણાવ્યા અનુસાર, બીજેપી કાર્યકર મનીષ ભાનુશાળીએ પછી કથિત રેવ પાર્ટી વિશે NCB અધિકારીઓને જાણ કરી. આ સમગ્ર મામલામાં તેમની કથિત ભૂમિકા અંગે સુનીલ પાટીલે કહ્યું કે તેઓ મનીષ ભાનુશાળીને ઓળખે છે, પરંતુ કિરણ ગોસાવીને નથી ઓળખતા.