bollwood/ રેખાએ ઐશ્વર્યા રાયને લખ્યો પત્ર, જેમાં લખી એવી વાત કે તમે પણ કહેશો વાહ..

ઐશ્વર્યા રાય રેખાનું ઘણું સન્માન કરે છે અને તે રેખાને ‘રેખા મા’ કહીને બોલાવે છે. જ્યારે ઐશ્વર્યાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 20 વર્ષ પૂરા કર્યા, ત્યારે રેખાએ ઐશ્વર્યાને પ્યાર ભર્યો પત્ર મોકલ્યો હતો

Entertainment
rekha રેખાએ ઐશ્વર્યા રાયને લખ્યો પત્ર, જેમાં લખી એવી વાત કે તમે પણ કહેશો વાહ..

ઘણા લોકો જાણતા નથી કે ઐશ્વર્યા રાય બચ્ચન અને રેખા વચ્ચે ઉષ્માભર્યો સંબંધ છે. ઐશ્વર્યા રાય રેખાનું ઘણું સન્માન કરે છે અને તે રેખાને ‘રેખા મા’ કહીને બોલાવે છે. જ્યારે ઐશ્વર્યાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 20 વર્ષ પૂરા કર્યા, ત્યારે રેખાએ ઐશ્વર્યાને પ્યાર ભર્યો પત્ર મોકલ્યો હતો. આ પત્ર ફિલ્મ એ દિલ હૈ મુશ્કેલ પહેલા આવ્યો હતો. બોલિવૂડના 20 વર્ષ પૂરા થતાં ‘રેખા મા’એ ઐશ્વર્યા રાયને એક સુંદર પત્ર લખ્યો હતો. તેમણે એશ્વર્યાને તેમની ફિલ્મી કારકિર્દીના 20 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યાએ જે ગ્રેસ અને ડિગ્નિટી સાથે પોતાની કારકિર્દીને આગળ વધારી છે, તેની રેખાએ પ્રશંસા કરી હતી.

રેખાએ આ પત્રમાં લખ્યું છે કે ‘તમારા જેવી મહિલા એક નદી જેવી છે, જે કોઈ બનાવટ વગર આગળ વધવાનું ચાલુ રાખવા માંગે છે. તે તેમના મુકામ સુધી એ હેતુથી પહોંચે છે કે તે તેની પોતાની ઓળખ ગુમાવવા નહીં દે. તેમણે એમ પણ લખ્યું હતું કે ભલે લોકો ભૂલી જાય કે તમે શું કહ્યું, તમે શું કર્યું, પરતુ લોકો ક્યારેય નહીં ભુલી શકે કે તમે લોકોને કેવું મહેસુસ કરાવ્યું છે. તમે હિંમતનું જીવંત ઉદાહરણ છો. તમારી તાકાત અને તમારી ઉર્જા તમે બોલો તે પહેલા તમારો પરિચય આપે છે.’

રેખાએ એમાં એ પણ લખ્યું હતું કે, ‘બેબી, તમે એક ખુબ લાંબી સફર કરી છે. આ સફરમાં તમે ઘણી અડચણો પાર કરી અને પછી ઉંચાઈઓ સુધી પહોંચ્યા. તમે અત્યાર સુધી તમામ ભૂમિકાઓ સારી રીતે ભજવી છે અને મને આરાધ્યાની માતાનું પાત્ર સૌથી વધુ ગમે છે. હું તમારા માટે અપાર સુખની પ્રાર્થના કરું છું. ખૂબ પ્રેમ, જીવતા રહો, રેખા મા.

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં મણિરત્નમની ફિલ્મ  પોન્નિય સેલવાનમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા નંદની અને મંદાકિની દેવીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે.