રાહત/ કોરોનાના હોટસ્પોટ બનેલા રાજકોટમાં 15 દિવસ બાદ રાહત : દર્દીઓની સંખ્યા અને એમ્બ્યુલન્સની કતારોમાં ભારે ઘટાડો

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે તેની વચ્ચે કોરોનાની સારવાર લીધા બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે તેના કારણે લોકોને રાહત પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોના કહેરની

Top Stories Gujarat
rajkot civil 3 કોરોનાના હોટસ્પોટ બનેલા રાજકોટમાં 15 દિવસ બાદ રાહત : દર્દીઓની સંખ્યા અને એમ્બ્યુલન્સની કતારોમાં ભારે ઘટાડો

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે તેની વચ્ચે કોરોનાની સારવાર લીધા બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે તેના કારણે લોકોને રાહત પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોના કહેરની વચ્ચે રાજકોટમાં થોડા રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નબળી પડતી હોય તેમ રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાયો છે. કોરોનાના કહેર વચ્ચે એક પોઝિટિવ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. એટલું જ નહીં, રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની કતારો પણ જોવા મળી રહી નથી. 15 દિવસ બાદ એક પણ દર્દીઓ કતારમાં જોવા મળી રહ્યો નથી. સિવિલ હોસ્પિટલમાં બેડ માટે દર્દી અને તેના પરીવારજનોની લાઈનો કોઇ કારણસર એકાએક ઘટી ગઈ છે.

હાલના તબક્કે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓના પ્રાથમિક શિક્ષણ પરથીરાજકોટમાં કોરોનાની લહેર ખતમ થવાના આરે હોય તેવું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. સરકારી તંત્ર કેસ ઘટતા હોવાના દાવા કરે છે. પરતું જો કેસ ઘટતા હોય તો સિવિલ હોસ્પિટલની લાઈનો ઘટવી જોઈએ.તેવું સામાન્ય જનતાનું તારણ હોય છે ત્યારે આશ્ચર્યજનક રીતે સિવિલ હોસ્પિટલમાં બહાર એમ્બ્યુલન્સની કતારો એકાએક ગાયબ થઈ ગયેલી જોવા મળી રહી છે. જોકે માત્ર એમ્બ્યુલન્સ ની લાઈનો ઘટી છે જ્યારે હોસ્પિટલની બહાર લોકોના વાહનોની કતારો હજુ પણ ઓછા થવાનું નામ લઇ રહી નથી. ત્યારે અત્યારે જે ચિત્ર ઉપસાવ્યું છે તે ખરેખર સત્ય છે કે કેમ તે અંગે લોકો માં દ્વિધા પ્રવર્તી રહી છે

સત્ય જે હોય તે હાલમાં આ બાબત જોઈને ઘણા બધા રાજકોટવાસીઓના હૈયામાં ટાઢક થઈ રહી છે. જ્યારે કોરોના કેસમાં પણ ઘટાડો થતાં ખરેખર ઘટાડો થયો છે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે તે અંગે પણ શહેરની પ્રબુદ્ધ જનતામાં પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં લગાતાર બીજા દિવસે નોંધપાત્ર ગણી શકાય તેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ શહેરમાં કેસ ઘટી 400ની અંદર પહોંચી ગયા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 363 કેસ જ નોંધાતા કુલ કોરોનાગ્રસ્તોનો આંકડો 32297 થઈ ગયો છે જયારે સાજા થનાર દર્દીઓની સંખ્યા 692 થઈ છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા 53 દર્દીઓના મોત થયા છે. જયારે રાજકોટ ગ્રામ્યમાં 71 કેસ આવતા કુલ કેસનો આંકડો 9616 થઈ ગયો છે.ઈશ્વર કરે કે આ બાબત સો ટકા સાચી સાબિત થાય અને રાજકોટવાસીઓ ફરીથી સામાન્ય જીવન જીવતા થઈ જાય તેવો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે

Untitled 46 કોરોનાના હોટસ્પોટ બનેલા રાજકોટમાં 15 દિવસ બાદ રાહત : દર્દીઓની સંખ્યા અને એમ્બ્યુલન્સની કતારોમાં ભારે ઘટાડો