Not Set/ દિવાળીમાં લક્ષ્મીજીના આ રીતે કરશો પુજા તો થશે ધનવર્ષા

અમદાવાદ, દિવાળી આવી રહી છે ત્યારે કરોડો હિંદુઓને આશા હોય છે કે નવા વર્ષે લક્ષ્મીદેવી તેમની પર પ્રસન્ન રહે.દરેક દિવાળી પર ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિના દેવતા ગણપતિની પૂજા કરવામાં આવે છે એવી આશા સાથે કે નવું વર્ષ લાભદાયક જાય. દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્રનો વિશેષ મહિમા હોય છે. સ્વાતિ નક્ષત્રમાં કરેલી સરસ્વતી, લક્ષ્મી અને ગણપતિની પૂજા […]

Navratri 2022
lak દિવાળીમાં લક્ષ્મીજીના આ રીતે કરશો પુજા તો થશે ધનવર્ષા

અમદાવાદ,

દિવાળી આવી રહી છે ત્યારે કરોડો હિંદુઓને આશા હોય છે કે નવા વર્ષે લક્ષ્મીદેવી તેમની પર પ્રસન્ન રહે.દરેક દિવાળી પર ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિના દેવતા ગણપતિની પૂજા કરવામાં આવે છે એવી આશા સાથે કે નવું વર્ષ લાભદાયક જાય.

દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્રનો વિશેષ મહિમા હોય છે. સ્વાતિ નક્ષત્રમાં કરેલી સરસ્વતી, લક્ષ્મી અને ગણપતિની પૂજા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે.દિવાળીમાં લક્ષ્મી અને ગણપતિની સતત આરાધના કરવાથી લાભદાય ફળ મળે છે.

દિવાળીના દિવસોમાં ગણપતિની પુજા કરતાં વિઘ્નહર્તા સર્વ કાર્યોમાં સિદ્ધિયોગ જેવું ફળ આપે છે. વિઘ્નો હરી લે છે. જો તમે દિવાળી પર ગણેશજી અને લક્ષ્મીજીની નવી મૂર્તિ લાવવાના હોય તો  વાતો ખાસ યાદ રાખો.

દિવાળી પૂજનમાં દર વર્ષે લક્ષ્મી અને ગણેશ અને સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે. અનેક લોકો દિવાળી પૂજન માટે ઘરમાં નવી જ ગણપતિની અને લક્ષ્મીની મૂર્તિ લાવે છે અને પછી તેની જ પૂજા કરે છે.એવી રીતે લક્ષ્મીજીની પુજાનું પણ મહત્વ ઘણું છે.જો કે દિવાળીમાં લક્ષ્મીની પુજા કરતી સમયે આટલું ધ્યાન ખાસ રાખશો તમારો બેડોપાર ચોક્કસ થશે.

લક્ષ્મી માની એવી મૂર્તિ ન ખરીદો જેમા મા લક્ષ્મી ઘુવડ પર આરુઢ હોય. એવી મૂર્તિને કાલી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.લક્ષ્મી માતાની એવી મૂર્તિ લેવી જોઈએ જેમાં તેઓ કમળ પદ્મ પર સ્થિત હોય અને તેમના હાથ વરમુદ્રામાં હોય અને તેમના હાથમાં ધનની વર્ષા થઈ રહી હોય.

દિવાળીમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીસૂક્ત, કનકધારા અને લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી નવા વર્ષમાં ધનવર્ષા થઇ શકે છે તેમાં કોઇ બે મત નથી,લક્ષ્મીજીની પુજા સમયે તેમને લાલ ચુંદડી પણ ઓઢાડવાનું ભુલતા નહી.

દિવાળી પુજા મંત્ર

ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा। य: स्मरेत् पुण्डरीकाक्षं स: वाह्याभंतर: शुचि:।।