Not Set/ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થશે 27 જુલાઈએ, જાણો જરૂરી કામની વાતો

અમદાવાદ વિક્રમ સંવત 2075માં કુલ 5 ગ્રહણનો યોગ છે. જેમાં 2 ચંદ્રગ્રહણ અને 3 સૂર્યગ્રહણ છે. આ બધા ગ્રહણમાંથી માત્ર એક જ ગ્રહણ ભારતમાં દેખાશે. જે છે 27 જુલાઈના થનારું ચંદ્રગ્રહણ. આ ચંદ્રગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ હશે. ખગોળશાશ્ત્રીઓના અનુસાર, આ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે. સામાન્ય રીતે ગ્રહણ એક અથવા દોઢ કલાકના હોય છે પણ 27 […]

Uncategorized
mahi 65 સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થશે 27 જુલાઈએ, જાણો જરૂરી કામની વાતો

અમદાવાદ

વિક્રમ સંવત 2075માં કુલ 5 ગ્રહણનો યોગ છે. જેમાં 2 ચંદ્રગ્રહણ અને 3 સૂર્યગ્રહણ છે. આ બધા ગ્રહણમાંથી માત્ર એક જ ગ્રહણ ભારતમાં દેખાશે. જે છે 27 જુલાઈના થનારું ચંદ્રગ્રહણ. આ ચંદ્રગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ હશે.

ખગોળશાશ્ત્રીઓના અનુસાર, આ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે. સામાન્ય રીતે ગ્રહણ એક અથવા દોઢ કલાકના હોય છે પણ 27 જુલાઈએ થનારું ચંદ્રગ્રહણ 4 કલાક સુધી ચાલશે. કહેવાય રહ્યું છે કે આટલું લાંબુ ચંદ્રગ્રહણ સદીના અંત સુધીમાં દેખાશે નહી. આ પહેલા 16 જુલાઈ 2000માં આવું ગ્રહણ લાગ્યું હતું. આ એક સંયોગ જ છે કે ગ્રહણ ના દિવસે જ ગુરુપૂર્ણિમા છે એટલે એનું મહત્વ વધી જાય છે. ચંદ્રગ્રહણની શરૂઆત ચંદ્રના ઉદય સાથે રાત્રે 11 કલાકને 54 મીનીટે થશે. ગ્રહણ 3 વાગીને 49 મિનીટ પર ખત્મ થશે. કુલ 3 કલાક અને 55 મિનીટ સુધી ચાલશે આ ગ્રહણ.

આ ચંદ્રગ્રહણ ભારત સિવાય ઓસ્ટ્રેલીયા, એશિયા, આફ્રિકા, યુરોપીય દેશો અને એન્ટાર્કટીકામાં પણ દેખાશે. ગ્રહણની રાત્રે મંગળ પણ પૃથ્વીથી ઘણો નજીક હશે જેને કારણે એ ચમકતો દેખાશે. જ્યોતિષીના અનુસાર મકર રાશિના લોકોએ સાવધાન રહેવાનું જરૂર છે. તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે આ શુભ હશે.

ચંદ્રગ્રહણ દરમ્યાન સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ લાઈનમાં આવી જાય છે. ગ્રહણ દરમ્યાન ધરતીનો છાયો ચંદ્ર પર પદે છે અને એ ધીરે ધીરે ચંદ્રને ઢાકી દે છે. આ સમય પૂર્ણ ગ્રહણનો હોય છે. આટલું લાંબુ ચંદ્રગ્રહણ 2099 સુધી નહી દેખાશે નહી.

ગ્રહણના 9 કલાક પહેલા સૂતકનો સમય શરૂ થશે. સુતક કાળમાં ગર્ભવતી મહિલાઓને વિશેષ ધ્યાન રાખવું જોઈએ.