Not Set/ સુરત : કોર્ટની ઈમારત પરથી મહિલાએ લગાવી નવમાં માળેથી મોતની છલાંગ

સુરત સુરતના નવી કોર્ટના બિલ્ડિંગથી નવમાં માળેથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. જેને કારણે મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. મહિલાએ નવમાં માળેથી પડતું મૂકતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી નીલગીરી સર્કલ પાસે મયુરનગરમાં રહેતા વિજયસિંઘ નામના પુરુષ સાથે શિલ્પી નામની મહિલાના લગ્ન 2015માં થયા હતા. […]

Top Stories Gujarat Surat Trending
gir 19 સુરત : કોર્ટની ઈમારત પરથી મહિલાએ લગાવી નવમાં માળેથી મોતની છલાંગ

સુરત

સુરતના નવી કોર્ટના બિલ્ડિંગથી નવમાં માળેથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. જેને કારણે મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. મહિલાએ નવમાં માળેથી પડતું મૂકતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી નીલગીરી સર્કલ પાસે મયુરનગરમાં રહેતા વિજયસિંઘ નામના પુરુષ સાથે શિલ્પી નામની મહિલાના લગ્ન 2015માં થયા હતા. હાલ તે શિલ્પી પોતાના પિતાના ઘરે બમરોલી ખાતે રહેતી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે, લગ્નના પ્રથમ દિવસે જ શિલ્પીને સાસરિયાઓએ ઝેર આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ મહિલા દ્વારા સાસરિયાઓ સામે કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ હજી સુધી ચાલી રહ્યો છે. સુત્રોએ વધુમાં જણાવ્યું કે, મહિલા સામે કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હતું.

નવી કોર્ટ બિલ્ડીંગ પરથી પક્ષકાર મહિલા શિલ્પીએ નવમાં માળેથી છલાંગ લગાવી હતી. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહિલા ઉપરથી નીચે કુદી પડતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને લોહી વધુ નીકળી જવાથી તેણીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

મહિલાએ મોતની છલાંગ લગાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ તંત્ર દ્વારા પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.