Not Set/ Republic Day સ્પેશિયલ : બોલીવુડની આ ફિલ્મોમાં પણ જોવા મળે છે દેશભક્તિની ભાવના

મુંબઈ ભારતીય સિનેમામાં વિવિધ વિષયો પર ફિલ્મો બનાવવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે દેશભક્તિની વાત આવે છે ત્યારે લાગણીઓનું મોજું તરવા લાગે છે. દર્શકો તેમની આંખો ખોલીની આવી ફિલ્મો જોવા માટે બેસી જાય છે અને ફક્ત જય હિન્દના સૂત્ર ગુંજતા હોય છે. આ જ પ્રમાણે બોલિવૂડમાં પણ દેશભક્તિની ઘણી ફિલ્મો છે. જ્યારે પણ દેશભક્તિની ફિલ્મો બનાવવામાં આવે છે, ત્યારે તે […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 5 Republic Day સ્પેશિયલ : બોલીવુડની આ ફિલ્મોમાં પણ જોવા મળે છે દેશભક્તિની ભાવના

મુંબઈ

ભારતીય સિનેમામાં વિવિધ વિષયો પર ફિલ્મો બનાવવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે દેશભક્તિની વાત આવે છે ત્યારે લાગણીઓનું મોજું તરવા લાગે છે. દર્શકો તેમની આંખો ખોલીની આવી ફિલ્મો જોવા માટે બેસી જાય છે અને ફક્ત જય હિન્દના સૂત્ર ગુંજતા હોય છે.

આ જ પ્રમાણે બોલિવૂડમાં પણ દેશભક્તિની ઘણી ફિલ્મો છે. જ્યારે પણ દેશભક્તિની ફિલ્મો બનાવવામાં આવે છે, ત્યારે તે ફિલ્મોને લોકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. આગામી 15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર દિવસ  છે, ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ એ બોલીવુડની ફિલ્મો કે જેમાં જોવા મળે છે દેશભક્તિની ભાવના

Republic Day સ્પેશિયલ : બોલીવુડની આ ફિલ્મોમાં પણ જોવા મળે છે દેશભક્તિની ભાવના

1. પૂરબ ઓર પશ્ચિમ

ફિલ્મ ‘પુરબ ઓર પશ્ચિમ’ માં ભારતીય સંસ્કાર અને પશ્ચિમ દેશોના મોજાથી પ્રભાવિત લોકોની મનોદશાની અદભૂત સરખામણી દર્શાવવામાં આવી છે. કેવી રીતે તેમની રેહણી કેહણીથી પ્રભાવિત થયેલા ભારતીય લોકો તેમના સંસ્કારઓ ભૂલી તેનો અહેસાસ કરે છે, અને ત્યારબાદ પોતાને પછતાવો પણ થાય છે.

મનોજ કુમારે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, સાયરા બાનો, વિનોદ ખન્ના, પ્રેમ ચોપરા, ઓમપ્રકાશ, અને અશોક કુમાર પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.

संबंधित इमेज

2. ઉપકાર

આ ફિલ્મથી મનોજ કુમારને ભારત કુમાર તરીકે ઓળખવામાં આવે છે. મનોજ કુમારે આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી અને કારકિર્દી તરીકેનો તેમનો ટર્નિંગ પોઇન્ટ સાબિત કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન મનોજ કુમાર દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તે વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંની એક સાબિત થઇ હતી.

संबंधित इमेज

3. લગાન

આમિર ખાનની આ ફિલ્મને કોણ ભૂલી શકે છે. ક્રિકેટ દ્વારા દેશભક્તિના જુનૂનને દર્શકોની સામે લાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશમાં ખૂબ લોકપ્રિય બની હતી. આમિર સહિતના કલાકારોના શાનદાર ટીમવર્કના કારણે આ ફિલ્મે લોકોના દિલમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું. આજે પણ, આ ફિલ્મની નિર્ણાયક દેશભક્તિની ભાવનાને ભરી દે છે.

संबंधित इमेज

4. બોર્ડર

‘બોર્ડર ‘ફિલ્મ ટીવી પર આવે ત્યારે, મોટા ભાગના લોકો હજી પણ તેને જોવે છે. ફિલ્મનું ગીત “સંદેશે આતે હૈ” ખૂબ જ લાગણીશીલ બનાવી દે છે. આપણા દેશના સૈનિકોની વાર્તા આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં બનાવવામાં આવી છે. તેમની તમામ નાની વસ્તુઓને ફિલ્મમાં સામેલ કરવામાં આવી હતી. એક સૈનિકની લાગણી, તેનો જુનૂન, તેઓના બલિદાન, તેમના પરિવારની સ્થિતિ ફિલ્મમાં જોવા મળી હતી કે તે વાસ્તવમાં કરતાં ઓછી નથી લગતી.

movie chittagong के लिए इमेज परिणाम

5. ચિટગોન્ગ

ફિલ્મ “ચિટગોન્ગ”માં બતાવવામાં આવ્યું છે કે, સ્કૂલ ટીચરની અગુવાઈમાં સ્કૂલના બાળકો અને જવાન મહિલાઓ બ્રિટિશ શાસનનો સામનો કેવી રીતે કરે છે. મનોજ વાજપેયીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

6. ગાંધી

“ગાંધી” રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની વાર્તા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના જીવનના દરેક પાસા બતાવવામાં આવ્યા છે.

movie the legend bhagat singh के लिए इमेज परिणाम

7. ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ

ફિલ્મ “ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ” માં અજય દેવગણે ભગત સિંહની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ભગતસિંહના જીવન પર આધારિત હતી. જેમણે દેશની સ્વતંત્રતા માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હતું.

संबंधित इमेज

8. રંગ દે બસંતી

વર્ષ 2006માં બનાવવામાં આવેલી ફિલ્મ ‘રંગ દે બસંતી’ યુવાઓથી ભરપૂર પ્રેમ ભાવના દર્શાવે છે. આ ફિલ્મમાં યુવાનોએ ભ્રષ્ટ નેતાને મારી નાખ્યા હતા. આમિર ખાનએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.