Not Set/ 25 કરોડ રૂપિયાની જૂની નોટ બદલનાર પારસમલ લોઢાની મુંબઇ એરપોર્ટ પર ધરપકડ

મુંબઇઃ 25 કરોડ રૂપિયાની નોટ બદલાનાર પારસમલ લોઢાની મુંબઇ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ED અને IT વિભાગ સતત તેના પર નજર રાખીને બેઠી હતી. પારસમલ લોઢા વિદેશ ભાગવાની ફિરાકમાં હતા ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી લેવાઈ છે. પારસમલ લોઢા પર આરોપ છે કે તેમણે 25 કરોડ રૂપિયાથી વધુની જૂની […]

Uncategorized

મુંબઇઃ 25 કરોડ રૂપિયાની નોટ બદલાનાર પારસમલ લોઢાની મુંબઇ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ED અને IT વિભાગ સતત તેના પર નજર રાખીને બેઠી હતી.

પારસમલ લોઢા વિદેશ ભાગવાની ફિરાકમાં હતા ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી લેવાઈ છે. પારસમલ લોઢા પર આરોપ છે કે તેમણે 25 કરોડ રૂપિયાથી વધુની જૂની નોટો બદલી હતી. ઇડી પણ સતત તેમના પર બાજનજર રાખીને બેઠું હતું.

પારસમલને ધરપકડ થવાની આશંકા હતી ત્યારે જ તેઓ વિદેશ ભાગવાની ફિરાકમાં હતા. પરંતુ ઇડીની ટીમે તેમને મુંબઈ એરપોર્ટ પરથી પકડી લીધા છે.

મળતી માહિતી પ્રમાણે લોઢાને બુધવારની રાત્રે દિલ્હી લાવામાં આવ્યા છે. આજે તેમને કોર્ટમાં હાજર કરાશે. ઇડીની ટીમ તેમને કોર્ટથી રિમાન્ડ પર લેશે, જેથી કરીને તેમની પૂછપરચ્છ કરી શકાય. પારસમલ લોઢા કોલકત્તામા
અનેક મામલાઓમાં ચર્ચામાં રહી ચૂકયા છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ બુધવારના રોજ શેખર રેડ્ડીની પણ ધરપકડ કરી લીધી હતી.