Not Set/ રેશમ કી ડોરી સે…સંસાર બાંધા હૈ.. પરંતુ ભાઇને નહીં તો કોને જાણો…

આપણે પણ એક નવી શરૂઆત કરીને સદીઓથી ચાલી આવતી રક્ષાબંધનની આ પરંપરાને ગરિમાપૂર્વક અપનાવીએ. કારણ કે રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો જ નહીં પરંતુ એકબીજા પ્રત્યે સાચી ફરજ નિભાવવાનો પણ તહેવાર છે

Relationships Navratri 2022
rk રેશમ કી ડોરી સે...સંસાર બાંધા હૈ.. પરંતુ ભાઇને નહીં તો કોને જાણો...

‘બહેનાને ભાઇ કી કલાઇ સે, પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે, સંસાર બાંધા હૈ, રેશમ કી ડોરી સે..સંસાર બાંધા હૈ’ આ દિવસ ભાઇ-બહેન માટે ખાસ હોય છે, પરંતુ જે બહેનોને ભાઇ નથી હોતા કે જે ભાઇઓને બહેન નથી હોતી, તેમની માટે પણ આ તહેવાર ખાસ હોય છે. ઘણી જગ્યાએ બે બહેનો એકબીજાને રાખડી બાંધે છે તો ઘણી જગ્યાએ કોઇ પણ સહાઇ વગર પણ આ લાગણીસભર સંબંદ જીવનભર સચવાતો હોય છે. રક્ષાબંધન સ્પેશયલમાં મંતવ્ય આજે આવી જ મુલાકતની વાત કરી રહ્યુ છે.

‘દીદી’, આ વખતે તો તું મને રાખડી બાંધીશને, ત્યારે હું તને એક સરપ્રાઇઝ ગીફ્ટ આપવાની છું. એમ બોલતા ભક્તિ પોતાનાથી બે વર્ષ મોટી બહેન વેદિકા પાસે બેઠી. વેદિકા અરે મારા માટે તો તુ જ સૌથી મોટી સરપ્રાઇઝ છું. તને ખબર છે, ભક્તિ જ્યારે હું નાની હતી ત્યારે ભગવાનને હંમેશા કહેતી કે મારે ભાઇ જોઇએ છે, જેની સાથે હું લડી શકું, મસ્તી કરી શકું, વાતો કરી શકું અને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવામાં નખરા પણ કરી શકું. પરંતુ જ્યારે તારો જન્મ થયો ત્યારે મને લાગ્યુ કે, ભગવાને મારી સાથે ખોટુ કર્યુ છ. મારા બધા સપના તોડી નાંખ્યા, ત્યારે મમ્મી-પપ્પાએ મનેસમજાવી કે ભાઇ હોય કે બહેન, રક્ષાબંધન તો પ્રેમનો તહેવાર છે. તું તારી બહેનને પણ રાખડી બાંધી શકે છે. બસ, તે દિવસથી હું તને રાખડી બાંધું છું અને મારા જીવનમાં હવે ભાઇની કમી નથી લાગતી. હા આ વાત બિલકુલ સાચી છે. ઘણા પરિવારમાં બે બહેનો એકબીજાને રાખડી બાંધે છે.

આ વર્ષે હું મારી બહેન સાથે પ્રથમ રક્ષાબંધન ઉજવીશ

11 246 રેશમ કી ડોરી સે...સંસાર બાંધા હૈ.. પરંતુ ભાઇને નહીં તો કોને જાણો...

અમદાવાદમાં રહેતી 11 વર્ષની વ્રિતીકા ર્વેશ અગ્રવાલ માતા-પિતાની એક જ લાડકી દિકરી હતી. રક્ષાબંધનનો તહેવાર આવે એટલેતે પોતાના કઝિન ભાઇઓને રાખડી બંધવા જાય અને આનંદપૂર્વક તહેવારની ઉજવણી કરે, પરંતુ જ્યારે તેને ખબર પડી કે ભગવાન મને ભાઇ કે બહેન આપવાના છે, ત્યારે તેની ખુશીનો પાર ના રહ્યો. વ્રિતીકાની ઇચ્છા હતી કે તેનો પણ એક ભાઇ હોય તો… પરંતુ માતા-પિતા માટે તો તે જ દિકરો અને દિકરી હતી. તેના જન્મસમયે તેના પિતાએ કાજુકતરી વહેંચીને ભગવાનનો આભાર માન્યો હતો. માટે 11 વર્ષના લાંબાગાળા પછી પણ જ્યારે પત્ની પ્રેગ્નેન્ટ થઇ ત્યારે તેણે ક્યારેય એવી આશા નહોતી રાખી કે, તેને પુત્ર જ આવે. વ્રિતિકી ભાઇની રાહ જોતી હતી. પણ ઇશ્વરે બહેન આપી, છતા વ્રિતીકા ખુબ જ ખુશ થઇ તેનું સૌથી મોટુ કારણ હતુ તેની માતા નિતી અગ્રવાલ. નિતી પણ બે બહેનો જ હતી અને વ્રિતીકા બાળપણથી જોતી આવી હતી કે મમ્મી માસીને રાખડી બાંધે છે. તો હું પણ મારી બહેનને જ રાખડી બાંધીશ તેમ માનીને તેને ભગવાનનો આભાર માન્યો. મંતવ્ય સાથે વાત કરતા વ્રિતીકા કહે છે, “આ વર્ષે મારી બહેન અનાયાની પ્રથમ રક્ષાબંધન છે, હું ખુબ જ ખુશ છું. અમારા બન્નેની પહેલી રક્ષાબંધનને ખાસ બનાવવા હું તૈયારીઓ કરી રહી છું. સાથે જ ભગવાનને પણ થેન્કસ કહું છું કે ઢીંગલી જેવી બહેન આપી.”

હું ક્યારેય ભાઇની જગ્યા તો નહીં લઇ શકું

22 2 રેશમ કી ડોરી સે...સંસાર બાંધા હૈ.. પરંતુ ભાઇને નહીં તો કોને જાણો...

રક્ષાબંધનના પ્રેમને ઉજાગર કરતી એક જુદી જ વાત છે. કેનેડામાં રહેતી હીરલ કવિ અને તેની નાની બહેન ભૂમિકા બારોટની. નડિયાદમાં જન્મ લેનાર અને લગ્ન કરી કેનેડામાં ઠરીઠામ થનાર હિરલ-ભૂમિકા એકના એક ભાઇની બે બહેનો હતી, પરંતુ સમયનું ચક્ર ક્યારે ફરે અને ઇશ્વરની શું મરજી છે, તે કોઇ જાણી નથી શકતું. આવું જ કંઇંક બન્યું આ બંને બહેનો સાથે. માતા-પિતા અને ત્રણ ભાઇ-બહેનોથી હર્યા-ભર્યા પરિવાર પર એક દિવસ સવારે આફત તૂટી. બે બહેનોનો એકનો એક ભાઇ 23 વર્ષની ઉંમરે અકસ્માતમાં મૃત્યુ પામ્યો. તે સમયે પરિવાર પર ઘણો કપરો હતો. હવે ભાઇ પછી હિરલ બે બહેનો મોટી દિકરી હતી. પરંતુ ભાઇના સમાચારે તેને સાવ ભાંગી નાંખી. આવા સમયે ભૂમિકા નાની હતી છતા પોતાની મોટી બહેન અને પરિવારને લાગણીથી સાચવ્યાં. પરંતુ જ્યારે ભાઇ વિનાની પ્રથમ રક્ષાબંધન આવી ત્યારે હીરલ પોતાને રોકી ના શકી. આખા ઘરમાં તે દિવસે સન્નાટો હતો, પરંતુ આ સમયે પોતાની મોટી બહેનના ભાઇ સ્વરૂપે ભૂમિકાએ તેની આગળ હાથ લંબાવ્યો અને કહ્યું, હું ક્યારેય ભાઇની જગ્યા તો નહીં લઇ શકું, પણ પ્રયત્ન કરીશ કે તને કોઇ દિવસ ભાઇની કમી મહેસૂસ ન થા. બસ તે દિવસથી બંને બહેનો ભાઇ-બહેનની સગાઇમાં બંધાઇ ગયા છે. ભૂમિકા તેનું વચન બરોબર નિભાવી રહી છે અ પોતાની ફરજ પૂર્ણ કરે છે, તો હીરલ પણ ધીમે-ધીમે સ્ટ્રોન્ગ બની છે અને પરિસ્થિતીનો સ્વાકાર કર્યો છે. બંને બહેનો પોતાના પતિ અને સંતાનો સાથે કેનેડામાં સ્થિતી છે. છતાં આજે પણ રક્ષાબંધનના દિવસે બંને બહોનોની આંખ ભીની થઇ જાય છે, પરંતુ ભૂમિકા તેની બહેનને કાયમના જેમ જ સાચવી લે છે. આ વીશે ભૂમિકા મંતવ્યને કહે છે, “અમારા ભાઇ મિતેશની જગ્યા તો હું ક્યારેય લઇ ના શકું, પરંતુ હકીકતનો સ્વીકાર અમે બંને બહેનોએ કરી લધો છે. તેની યાદો દિલમાં અને અમારા જીવનમાં કાયમ જીવંત રહેશે.” આવા ભાઇબહેન અને બે બહેનોનો પ્રેમ જ સાચી રક્ષાબંઘન અને લાગણીના સબંધો કહેવાતા હશે.

હવે આપણે પણ એક નવી શરૂઆત કરીને સદીઓથી ચાલી આવતી રક્ષાબંધનની આ પરંપરાને ગરિમાપૂર્વક અપનાવીએ. કારણ કે રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો જ નહીં પરંતુ એકબીજા પ્રત્યે સાચી ફરજ નિભાવવાનો પણ તહેવાર છે.

લાગણીના સબંધે પણ બંધાય છે ભાઇ-બહેન

ેમપજજજજજજજજજજજજજજજજજજજકકકકકકકક રેશમ કી ડોરી સે...સંસાર બાંધા હૈ.. પરંતુ ભાઇને નહીં તો કોને જાણો...

હવે તો શાળાઓમાં પણ દરેક તહેવારોની ઉજવણી થતી હોય છે. રક્ષાબંધનના ઉત્સવને પણ ખૂબ જ સારી રીતે ઉજવામાં આવે છે. વિદ્યાર્થિઓને આ તહેવારોનું મહત્વ સમજાવવામાં આવે છે. વિદ્યાર્થિનીઓ રાખડી લઇ જાય છે, તો વિદ્યાર્થિઓ ભેટ લઇને જાય છે, પરંતુ ધીમે-ધીમે શાળાઓ બદલાય છે અને રાખડી માત્ર ત્યાં સુધી સીમિત બની રહે છે, પરંતુ બધા વચ્ચે એવાં ભાઇ-બહેન પણ હોય છે, જે પોતાની રાખી ભાઉ કે બહેન સાથે મોટા થયા પછી પણ સંબંધ નિભાવે છે. આવી જ વાત છે મનનભાઇ સુખડિયા અને કવિતાબેન પંડ્યાની. મનનભાઇ અને કવિતાબહેન બાલમંદિરથી સાથે ભણતાં, પણ જ્યારે રક્ષાબંધન આવે ત્યારે કવિતાબહેન કહે, હું તો મનનને જ રાખડી બાંધીશ અને મનનભાઇ કહે, હું કવિતા પાસે જ રાખડી બંધાવીશ. કવિતાને પોતાના બે સગા ભાઇઓ હતા, પરંતુ મનનભાઇ બહેનના પ્રેમથી વંચિત હતા. સમય પસાર થતો ગયો અને બાળપણનાં ભાઇ-બહેનનો પ્રેમ યુવાન બન્યો. હવે બંને ભાઇ-બહેનની સાથે ખાસ મિત્ર પણ બની ગયાં, પરંતુ આ જોડી કોલેજમાં છૂટી પડી ગઇ. બંનેએ જુદા-જુદા વિષયોમાં એડમિશન લીંધુ. છતાં ભાઇ-બહેનના સંબંધમાં કોઇ ઉણપ નઆવી. મનનભાઇ મંતવ્ય સાથે વાત કરતા કહે છે, “અમને બરોબર બોલતા પણ નહોતું આવડતું, ત્યારેથી એકબીજા સાથે રાખડીના પ્રેમથી બંધાયેલા છે. કવિતાને હું હંમેશા કવિ કહેતો અને તે મને મનનિયો, પણ આ હક અમે બંનેએ એકબીજાને જ આપ્યો હતો. હવે તો કવિતનાં લગ્ન થઇ ગયા છે. દિકરાના ઘરે પણ સંતાનો છે અને મારા પણ લગ્ન થઇ ગયા. કવિ અમેરિકા રહે છે, પરંતુ રક્ષાબંધનના દિવસે મને રાખડી બાંધવા તો આવે જ છે.”