Gujarat/ રાત્રે વિશ્રામ, દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉના ખાતે બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામ માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવી કહ્યુ કે, ર૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ વડાપ્રધાન દ્વારા ગીર

Top Stories Gujarat
1

કાર્તિક વાજા, @ઉના, મંતવ્ય ન્યૂઝ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉના ખાતે બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામ માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવી કહ્યુ કે, ર૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ વડાપ્રધાન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ૧૪૩ ગામ માટે કિસાન સૂર્યોદય યોજના કાર્યરત કરવામાં આવી હતી.  બીજા તબક્કામાં રાજ્યના ૧૨ જિલ્લા અને ૬૪ તાલુકાના ૧૧૪૬ ગામનો સમાવેશ કરાયો છે. અગાઉ પ્રથમ તબક્કામાં ૪ જિલ્લાના ૧૦૫૫ ગામને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળી ચૂક્યો છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે તેમ ઉમેર્યુ હતું.

Gujarat / દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મળવા વિજયભાઇ રૂપાણી 10 મીનીટ રાહ જ…

1
somanthવધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત ભારતનું રોલ મોડેલ છે. છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત વિકાસનો પર્યાય પુરવાર થયું છે. મુખ્યમંત્રીએ આ તકે જ્યોતીગ્રામ યોજનાની સિદ્ધી વર્ણવી ઉમેર્યુ કે, નવા વર્ષના આરંભે ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાની શુભ શરૂઆત કરી છે. પાણી-વીજળી એ ખેડૂતની તાકાત છે. રાજ્ય સરકારે પાણી વીજળી માટે સંનીષ્ઠ પ્રયત્નો કર્યા છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતો પોતાની જમીનમાં સોલાર વીજ પ્રોજેક્ટ શરૂ કરી અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બની શકે છે મુખ્યમંત્રીએ ગૌરવ પૂર્વક જણાવ્યુ હતું કે, અગાઉની સરકારે ખેડૂતો માટે ક્યારેય રાહત પેકેજ જાહેર નથી કર્યા. જ્યારે ગયા વર્ષે અમારી સરકારે અતિવૃષ્ટિમાં ૩૭૦૦ કરોડનું પેકેજ આપ્યુ હતુ. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તાલુકા અને ગામડાના ખેડૂતોને પેકેજના પૈસા સીધા ખાતામાં જમા થયા હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી, વીજળી મળે તો દુનીયાની ભૂખ ભાંગવાની તાકાત છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.

ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની લાગણી અને માંગણી સંવેદનશીલ મુખ્યમંત્રીએ પુરી કરતા જણાવ્યુ હતુ કે, ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે ખેડૂત પોતાની શક્તિ ઉર્જાથી વધુ ઉત્પાદન કરશે અને રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે. આ તકે મુખ્યમંત્રીએ તાજેતરમાં ભૂમાફિયા, જમીન પચાવી પાડનારને સીધા કરવા લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલમાં લાવ્યા છે. તેમ જણાવી કહ્યુ કે, હવે ખાનગી અને સરકારી જમીન પચાવી પાડનારાઓની ખેર નથીઆ પ્રસંગે મુખ્યમંત્રી ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા કોરોના વેક્સીન માટે મંજુરી આપી છે. હવે લોકોને જલ્દી વેક્સીન પ્રાપ્ત થશે. કોરોના હારશે ગુજરાત જીતશે એ મંત્ર સાચો પૂરવાર થશે અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર રસીકરણ કરાશે. મુખ્યમંત્રીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે ગેરસમજો ફેલાવી ગુમરાહ કરતા લોકોથી બચવા જણાવી કહયું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારને હૈયે કાયમ ખેડૂતો, ગામડા અને આમ જનતાના હીત રહ્યુ છે અને વર્તમાન સરકારે ખેડૂતો, શોષિતો, પિડીતોના હક્ક, હીતને કાયમ સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી છે.

Gujarat / દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મળવા વિજયભાઇ રૂપાણી 10 મીનીટ રાહ જ…

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કિસાન સૂર્યોદય યોજના સહિત ઉર્જા વિભાગે ખેડૂતો માટે લીધેલા સઘન પગલા અંગે કહયું કે, ખેડૂતો માગે અને વીજ કનેકશન મળે તે દિવસો હવે દૂર નથી.પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ ખેડૂતોની દિવસે વીજળી આપવાની માગણી અને લાગણી સંવેદનશીલ મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ તબક્કાવાર પુરી કરવા જઇ રહ્યા છે. આ ખુબ મોટી સિદ્વી છે. ખેડૂતોને સાત પગલા ખેડૂત કલ્યાણ, પ્રધાનમંત્રી સન્માન નીધી, સહિત અનેકવિધ લાભ આપી ખેડૂતોની આવક બમણી કરવા સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે, તેમ જવાહરભાઇએ વધુમાં જણાવ્યુ હતું.

ghaziabad / ગાઝિયાબાદમાં બનેલી દર્દનાક ઘટનામાં 18 લોકોનાં મોત, CM યોગીએ …

કાર્યક્રમના પ્રારંભે પી.જી.વી.સી.એલ.ના ચીફ ઇજનેર જે.જે.ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. કિસાન સૂર્યોદય યોજનાના પ્રારંભ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રૈયાબેન જાલંધ્રા, જી.યુ.વી.એન.એલ.ના એમ.ડી. શાહમીના હુશૈન, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્વેતા ટીવેટીયા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, ગોવિંદભાઇ પરમાર, જેઠાભાઇ સોલંકી, રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, હરીભાઇ સોલંકી, જૂનાગઢ રેન્જ આઇ.જી. મનીન્દરસિંઘ પવાર, જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવીધી નાયબ કલેક્ટર જે.એમ.રાવલે કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…