Loksabhaelection 2024/ ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં ‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ

લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પરિણામો બાદ સદીય બોર્ડની બેઠકમાં યોગી આદિત્યનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા.

Top Stories India
Beginners guide to 2024 06 06T155756.193 ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં 'જનતા દર્શન' કાર્યક્રમનો પુનઃઆરંભ

ઉત્તરપ્રદેશ: લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તેણે રાજ્યમાં 29 બેઠકો ગુમાવી છે અને માત્ર 33 જીતી છે, જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં તેણે 62 બેઠકો જીતી હતી. આ પરિણામોને લઈને સવાલો ઉઠી રહ્યા છે અને ભાજપમાં મંથનનો સમય ચાલી રહ્યો છે. આ દરમિયાન પાર્ટીએ દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે. આ બેઠક પહેલા ખાસ કરીને યુપીને લઈને એક બેઠક યોજાશે. આ બેઠક માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ તેમની સાથે રહેશે. પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ દિલ્હી પહોંચશે.

આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના નબળા પ્રદર્શન પર ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે યુપીની બેઠક બાદ બીજેપીના સંસદીય દળની બેઠક પણ થશે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવશે . અહીં પણ ચૂંટણી પરિણામો પર મંથન થઈ શકે છે. સંસદીય દળની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ સાંસદો હાજર રહેશે. વાસ્તવમાં ભાજપને ધારણા કરતા ઓછી બેઠકો મળ્યા બાદ મંથનનો તબક્કો ચાલી રહ્યો છે. એક તરફ દિલ્હીમાં ટોચના નેતાઓની બેઠકો ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યોમાં પણ જોરદાર ગતિવિધિ ચાલી રહી છે.

‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ

લોકસભાની ચૂંટણીને કારણે રાજ્યમાં લાગુ થયેલી આચારસંહિતાને કારણે છેલ્લા બે મહિનાથી બંધ કરાયેલો ‘જનતા દર્શન’ કાર્યક્રમ ફરી ગુરુવારથી શરૂ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લોકોની વચ્ચે જશે અને તેમની સમસ્યાઓ સાંભળશે અને અધિકારીઓને તેના નિરાકરણ માટે તાત્કાલિક નિર્દેશ પણ આપશે.

આચારસંહિતા પહેલા, મુખ્યમંત્રી તેમના સત્તાવાર નિવાસસ્થાન, 5 કાલિકાસ માર્ગ પર જનતા દર્શન કાર્યક્રમ દરમિયાન લગભગ દરરોજ સામાન્ય લોકોને મળતા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી લોકો મુખ્યમંત્રીને મળી રહ્યા છે અને તેમની વિવિધ સમસ્યાઓ વિશે તેમને માહિતગાર કરી રહ્યાં છે. મુખ્યમંત્રી પાસે આવતી મોટાભાગની સમસ્યાઓ જમીન સંબંધિત વિવાદો અને આરોગ્ય સંબંધિત ખર્ચની અરજીઓ છે. આ ઉપરાંત લોકો પારિવારિક વિવાદો અને પોલીસ સ્ટેશન અને તાલુકાને લગતી બાબતોમાં પણ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને ફરિચાદ કરતા હોય છે. ગુરૂવારે ફરીથી જાહેર દર્શનની પ્રક્રિયા શરૂ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ