અમદાવાદ/ આજે વહેલી સવારે રાજ્ય ના રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન થયું

તેઓ 1984ની બેચનાં હતા IPS હતા

Ahmedabad Gujarat
Untitled 316 આજે વહેલી સવારે રાજ્ય ના રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન થયું

કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .જેમાં ઘણા લોકો એ તેમના મોભી અને સ્નેહી સ્વજનો ગુમાવ્યા છે . ત્યારે આજે વહેલી સવારે જ રાજય ના .રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન થયું .તેઓ 1984ની બેચનાં IPS હતા .તેઓને હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયાની શંકા જોવા મળી હતી તેમજ 62 વર્ષની વયે નિધન થતા IPS લોબી સ્તબ્ધ જોવા મળી રહી છે . તેમજ અણધાર્યા નિધનથી પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે .

પોરબંદરમાં નેવુંનાં દાયકામાં જયારે સરમણ મુંજા, ભૂરા મુંજા વગેરે લોકોની ગેંગવોર ચાલતી હતી ત્યારે તીર્થરાજ ત્યાં ડીએસપી તરીકે હતા. જુના પોરબંદર વિસ્તારમાં જયારે પોલીસ એકલ દોકલ જતા વિચાર કરતી હતી ત્યારે નવયુવાન આઇપીએસ એવા તીર્થરાજ ત્યાં પહોંચી જતા હતા. ત્યારબાદ તીર્થરાજને અમદાવાદના ડિસીપી સિવાય સારું ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું ન હતું. પોલીસ બેડામાં તેમની છાપ એક નોલેજેબલ આઇપીએસ તરીકેની હતી.