in the POK/ POKમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાની અત્યાચારો સામે બળવો

પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા કાશ્મીરીઓ

Top Stories World
Beginners guide to 2024 05 11T150855.380 POKમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાની અત્યાચારો સામે બળવો

 World News : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં લોકોએ પાકિસ્તાની અત્યાચારો સામે બળવો શરૂ કરી દીધો છે, ત્યારબાદ અહીં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે મોટી સંખ્યામાં કાશ્મીરીઓ પાકિસ્તાનના અત્યાચાર સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાકિસ્તાની સુરક્ષા દળોએ વિરોધને કાબૂમાં લેવા માટે ભારે બળનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાની દળોએ લોકો પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલો પણ મળ્યા છે. એક મિડીયાના અહેવાલ મુજબ, પાકિસ્તાન દ્વારા લાદવામાં આવેલા કર અને વધતી કિંમતોના વિરોધમાં પીઓકેના લોકોએ શનિવારે 11 મેના રોજ વિશાળ વિરોધનું આયોજન કર્યું હતું, પરંતુ એક દિવસ પહેલા, વધારાના દળોને બોલાવવામાં આવ્યા હતા અને લોકોની અટકાયત કરવામાં આવી હતી જેને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

અહેવાલો અનુસાર, પાકિસ્તાની દળોએ વિરોધ પ્રદર્શનને રોકવા માટે શુક્રવારે પીઓકેના મીરપુર જિલ્લામાં 70 થી વધુ કાર્યકરોની કોઈપણ વોરંટ અને માહિતી વિના ધરપકડ કરી હતી. આ પછી ગુસ્સે ભરાયેલી ભીડ રસ્તા પર ઉતરી આવી હતી. ધરપકડના વિરોધમાં, સામાન્ય લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો અને ઘણી જગ્યાએ અથડામણ થઈ હતી. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે પાકિસ્તાન હિંસાનો આશરો લઈ રહ્યું છે.

વહીવટીતંત્રે પાકિસ્તાન રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો સહિત વધારાના દળો તૈનાત કર્યા છે. પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીએ લોંગ માર્ચની જાહેરાત કરી હતી, જેને રોકવા માટે 70 થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની દળોએ બાળકોને પણ છોડ્યા નથી. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જે શાળાની અંદર પડ્યા હતા. આમાં ઘણી છોકરીઓ ઘાયલ થઈ હોવાના સમાચાર છે.
જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા કરારનું પાલન કરવા પાકિસ્તાન સરકાર પર દબાણ લાવવા શુક્રવારે સામાન્ય હડતાલ બોલાવી હતી. જેમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ પણ સામેલ હતી. સમિતિએ ઈસ્લામાબાદ સરકાર પર સમજૂતીઓ પૂરી ન કરવાનો આરોપ લગાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીનનું ચંદ્ર પરનું ‘ચાંગે 6 મૂન’ અવકાશયાન ચંદ્રની ડાર્ક સાઈડ પર લેશે નમૂના’, ચંદ્રનો ઇતિહાસમાં જાણવામાં મળશે મદદ

આ પણ વાંચો:ચીનની એક હોસ્પિટલમાં છરી લઈને ધૂસ્યો યુવક, 10ને ઉતર્યા મોતને ઘાટ

આ પણ વાંચો:યૌન શોષણ પીડિતાનું નિવેદન સાંભળીને પોલીસકર્મી થઇ ગયો ઉત્તેજિત, કરી ગંદી ઓફર

આ પણ વાંચો:ઈલેક્ટ્રિક કારને હેક કરીને ચીન લાવી શકે છે અકસ્માતોનું તોફાન! અમેરિકન સાયબર નિષ્ણાતની ચેતવણી