Not Set/ રાજ્યમાં આપઘાતના બનાવોમાં ઉછાળો, ટંકારામાં યુવકે ઝેરી દવા ગટગટાવી

મોંઘવારીની માર અને બેરોજગારીના માહોલ વચ્ચે આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. એક તરફ કોરોના નો ખોફ ગુજરાતીઓ ઉપર મંડરાઇ જ રહ્યો છે ત્યાં એકાએક વધી રહેલા આપઘાતના બનાવો ને કારણે સરકારની ચિંતાઓ વધારી દીધી છે. રાજકોટ પાસેના ટંકારામાં ગઈ કાલે યુવકે આપઘાત કર્યું હતું.   ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા યુવકે ઝેરી […]

Gujarat
A 340 રાજ્યમાં આપઘાતના બનાવોમાં ઉછાળો, ટંકારામાં યુવકે ઝેરી દવા ગટગટાવી

મોંઘવારીની માર અને બેરોજગારીના માહોલ વચ્ચે આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. એક તરફ કોરોના નો ખોફ ગુજરાતીઓ ઉપર મંડરાઇ જ રહ્યો છે ત્યાં એકાએક વધી રહેલા આપઘાતના બનાવો ને કારણે સરકારની ચિંતાઓ વધારી દીધી છે. રાજકોટ પાસેના ટંકારામાં ગઈ કાલે યુવકે આપઘાત કર્યું હતું.

 

ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેનું રાજકોટમાં સારવાર દરમિયાન મુત્યુ થયું છે.

 

નેસડા (સુ.) ગામમાં વિનયભાઇ ભિમાણીની વાડીમાં રહી મજૂરી કામ કરતા 25 વર્ષીય ભીમસીંગ સોમસીંગ સોંલકીએ ગત તા. 28ના રોજ રાત્રીના નવેક વાગ્યે વાડીએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગઈકાલે તા. 30ના રોજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.