Surat/ સાવધાન..! DSGM કંપનીનું કરોડોમાં ઉઠમણું, એકના ડબલ કરવાની આપી હતી લાલચ

સુરત DSGM કંપનીનું કરોડોમાં ઉઠમણું, એકના ડબલ કરવાની આપી હતી લાલચ

Gujarat Surat
મોદી 3 સાવધાન..! DSGM કંપનીનું કરોડોમાં ઉઠમણું, એકના ડબલ કરવાની આપી હતી લાલચ
  • 7500નું એક વ્યક્તિ પાસે કરાવ્યું હતું રોકાણ
  • લોકોને આકર્ષવા માટે કરતા હતા બોલિવૂડ પાર્ટી
  • 45 લાખથી શરૂ થયેલી ફરિયાદ કરોડોમાં પહોંચી
  • 5ની ધરપકડ, 9 વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ
  • સરથાણા પોલીસે ગુનો નોંધ્યો

ગુજરાતી ભાષામાં એક બહુજ જૂની અને સારી કહેવત છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નાં મારે. વારંવાર સરકાર ની જાહેરાત અને ટૂંક સમયમાં વગર  મહેનતે રુપયા કમાવવાની લાલચે માણસ પોતાની પાસે જે મૂડી હોય તે પણ ગુમાવી દે  છે. અને પછી શરુ થાય છે. એ પૈસા પાછા મેળવવા માટે પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા.

આ વું જ કઈક હાલમાં સુરત ખાતે બન્યું છે. બે વર્ષમાં પૈસા ડબલ કરવાની સ્કીમમાં લાખો રૂપિયા પડાવી ને ગઠીયા છું થઈ ગયા છે. અને રોકાણ કરોને રાત પાણીએ રડવાનો વારો આવ્યો છે. DSGM ઇન્ડિયા પ્રા. ના સંચાલકોએ પંચ વર્ષ આગાઉ સરથાણા જકાતનાકા પાસે ગોકુલમ આર્કેડમાં આ કંપની શરુ કરી હતી. લોકોને લલચાવવા બોલિવૂડ પાર્ટી પણ આપતા હતા.

સરથાણામાં ઓફિસ શરૂ કરી કંપનીમાં રોકાણ કરી 2 વર્ષમાં ડબલ રૂપિયા આપવાની ગેરેન્ટી આપનાર ડી.એસ.જી.એમ.ઇન્ડિયા પ્રા.લિ કંપની ઉઠી જતા કંપનીના ડિરેક્ટરો સહિત 9 વિરુદ્ધ સરથાણા પોલીસમાં ગુનો દાખલ થયો છે. આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરવા ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ નામથી માર્કેટિંગ કંપની આરોપી ભાર્ગવ પ્રવિણચંદ્ર પંડ્યાએ 5 વર્ષ પહેલા શરૂ કરી હતી.

ભાર્ગવની સાથે તેની પત્ની શિવાની અને ભાઈ મહેન્દ્ર કંપનીમાં સામેલ હતા. પહેલા રૂ.7500 ભરવાના હતા. તેમજ પોતે રોકાણ કરાવ્યા બાદ બીજા સભ્યો બનાવનારને કમિશન આપવાની જાહેરાત કરી હતી. રોકાણ કરનારને બે વર્ષમાં ડબલ રૂપિયા આપવાની ગેરેન્ટી આપી હતી. રોકાણ સામે કોઈ વસ્તુ ન જોઈતી હોય તો માત્ર રોકાણ પણ કંપનીમાં કરી શકાય એવી પણ સ્કીમ હતી. તેઓએ દાવો કર્યો હતો કે, કીમમાં રામદેવ પીવીસી પાઇપ અને રોયલ કન્સ્ટ્રક્શન નામથી મોટુ કામકાજ છે.

સુરત ઉપરાંત મુંબઈ અને રાજસ્થાનમાં સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી છે, 45 લાખથી શરૂ થયેલી ફરિયાદ હાલમાં કરોડોમાં પહોંચી છે. ઠગાઈનો આંક રૂ.30થી 35 કરોડ હોવાની શક્યતા છે. આ કેસમાં સરથાણા પોલીસે 5ની ધરપકડ, 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોધી છે.

covid19 / વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 8 હજારથી વધુ નવા કેસ આવ્યા, સાત હજારથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Political / ‘મોદી હૈ તો મૌકા લીજીયે’ -વડા પ્રધાન મોદીના ભાષણની એક લાઈન જે રહી હિટ..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ