Cricket/ ICC ની ટેસ્ટ રેકિંગમાં પહેલીવાર ટોપ 10 માં રિષભ પંત

ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં તાબડતોડ બેટિંગ કરીને દર્શકોનું દિલ જીતનાર રિષભ પંતને ટેસ્ટ રેકિંગમાં મોટો ફાયદો થયો છે.

Sports
ગરમી 22 ICC ની ટેસ્ટ રેકિંગમાં પહેલીવાર ટોપ 10 માં રિષભ પંત

ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં તાબડતોડ બેટિંગ કરીને દર્શકોનું દિલ જીતનાર રિષભ પંતને ટેસ્ટ રેકિંગમાં મોટો ફાયદો થયો છે. ICC ની ટેસ્ટ રેકિંગમાં રિષભ પંત પહેલીવાર ટોપ 10 માં પહોંચી ગયો છે.

Cricket / IPL ની તૈયારીઓમાં મસ્ત છે ધોની બ્રિગેડની ટીમ, વાયરલ થયો નેટ પ્રેક્ટિસનો ફોટો

આપને જણાવી દઇએ કે, રિષભ પંતને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિસ્ફોટક બેટિંગ પ્રદર્શનનો ફાયદો થયો છે. તે હવે ICC ની ટેસ્ટ રેકિંગમાં 7 નંબર પર પહોંચી ગયો છે. રોહિત શર્મા પણ ટેસ્ટ રેન્કિંગમાં 7 માં ક્રમે છે. ઉપરાંત 7 નંબરનાં રેન્કિંગમાં હેનરી નિકોલસ પણ છે. પંતે  747 પોઇન્ટ મેળવ્યા છે. રોહિત શર્મા અને હેનરી નિકોલસનાં પણ સમાન પોઇન્ટ છે. આ ત્રણ ખેલાડીઓથી ઉપર બાબર આઝમ છઠ્ઠા ક્રમે છે. આઝમ પાસે 760 રેટિંગ પોઇન્ટ છે. કિવિ કેપ્ટન કેન વિલિયમસન ટેસ્ટમાં પ્રથમ ક્રમે છે, વિલિયમસન પાસે 919 રેટિંગ પોઇન્ટ છે. બીજા નંબર પર સ્ટેઇન સ્મિથ છે, જ્યારે ત્રીજા નંબર પર માર્નસ લબુશેને છે. વળી જો રૂટ નંબર 4 પર છે. રૂટ પાસે 831 રેટિંગ પોઇન્ટ છે. વિરાટ કોહલી 5 માં નંબર પર સ્થિર છે. વિરાટનાં 814 પોઇન્ટ છે.

Cricket / કોહલી માટે ઈતિહાસ રચવાની તક, માત્ર આટલા રન ફટકારતા બનશે વર્લ્ડ રેકોર્ડ

આ સાથે જ ટી-20 રેન્કિંગમાં ભારતીય ટીમ બીજા નંબરે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ની મેન્સ ટી-20 ટીમ રેન્કિંગમાં ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડ હવે ભારત કરતા સાત પોઇન્ટ આગળ છે. તે અગાઉ ત્રીજા સ્થાને હતુ પરંતુ ઓસ્ટ્રેલિયા દ્વારા તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની 2-3 થી પરાજય બાદ ભારતીય ટીમ આગળ વધવામાં સફળ રહી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ