Not Set/ Rishi Kapoor Birth Anniversary/ લગ્ન દરમિયાન રિષિ કપૂર અને નીતુ સિંહ થઇ ગયા હતા બેભાન, જાણો શું છે કારણ

બોલિવૂડ એક્ટર રિષિ કપૂર તેમના જોરદાર અભિનય અને તેમના ઉત્સાહ માટે જાણીતા છે. ભલે તે આજે આ દુનિયામાં નથી, પણ તે હંમેશા ચાહકોના હૃદયમાં જીવંત રહેશે. રિષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. પત્ની નીતુ સિંહ છેલ્લા સમય સુધી તેમની સાથે રહી હતી. રિષિ અને નીતુની […]

Uncategorized
c90fe13cd8f368e3feda5f3d08b50693 Rishi Kapoor Birth Anniversary/ લગ્ન દરમિયાન રિષિ કપૂર અને નીતુ સિંહ થઇ ગયા હતા બેભાન, જાણો શું છે કારણ

બોલિવૂડ એક્ટર રિષિ કપૂર તેમના જોરદાર અભિનય અને તેમના ઉત્સાહ માટે જાણીતા છે. ભલે તે આજે આ દુનિયામાં નથી, પણ તે હંમેશા ચાહકોના હૃદયમાં જીવંત રહેશે. રિષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. પત્ની નીતુ સિંહ છેલ્લા સમય સુધી તેમની સાથે રહી હતી. રિષિ અને નીતુની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે. આજે રિષિ કપૂરની પહેલી બર્થ એનિવર્સરી છે. આ પ્રસંગે આવો જાણીએ, રિષિ કપૂર અને નીતુ સિંહ લવ સ્ટોરી વિશે.

રિષિ અને નીતુના લગ્ન 22 જાન્યુઆરી 1980 ના રોજ થયા હતા. આ લગ્નમાં પ્રખ્યાત હસ્તીઓ સામેલ થઈ હતી, પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું કે બધાં ગભરાઈ ગયા. એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતુ સિંહે કહ્યું હતું કે રિષિ અને તે (નીતુ સિંહ) લગ્ન દરમિયાન બેહોશ થઈ ગયા હતા.

આ પણ વાંચો: Birthday special/ નીતુ-રિષિ કપૂરની લવ સ્ટોરી, ગર્લફ્રેન્ડ માટે લખાવત હતા લવ લેટર 

Neetu Singh shares goodbye note for husband Rishi, 'End of our Story'

નીતુ સિંહે કહ્યું કે, અમે બંને બેભાન થઈ ગયા, પરંતુ અમારા બેભાન હોવાને કારણે જુદા હતા. લહેંગાને સંભાળતી-સંભાળતી હું બેહોશ થઈ ગઈ હતી, જ્યારે રિષિ તેમની આસપાસના વિશાળ ટોળાને જોઈને ગભરાઈ ગયા અને તેઓ પણ ચક્કર ખાઈને પડી ગયા. પછીથી, જ્યારે અમે બંને સ્વસ્થ થયા, અમારા લગ્ન પૂર્ણ થયાં. ”

Top 20 Bollywood Power Couples: Rishi Kapoor & Neetu Singh - StarBiz.com

 આ સિવાય નીતુએ કહ્યું કે રિષિ કપૂર તેની ડેટ કરતી વખતે પણ અભિનેત્રીઓ સાથે ચેનચાળા કરતો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે અમે એકબીજાને ડેટ કરતા હતા ત્યારે પણ રિષિ કપૂર અન્ય અભિનેત્રીઓ સાથે ફ્લર્ટિંગ કરતા હતા. તેઓ બતાવતા કે તેમનું કોઈ અફેર નથી, હંમેશા કહેતા કે આવું કંઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.