ખતરો/ સુરેન્દ્રનગર જીલ્લામાં માવઠાના પગલે 3000 હેક્ટર શિયાળુ પાક પર તોળાતુ જોખમ

નુકસાનના ભયથી ખેડૂતોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાટડી તાલુકામાં છૂટાછવાયા વરસાદના અહેવાલ જોવા મળી રહ્યા છે

Gujarat
Untitled 282 14 સુરેન્દ્રનગર જીલ્લામાં માવઠાના પગલે 3000 હેક્ટર શિયાળુ પાક પર તોળાતુ જોખમ

સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી માવઠાનો ભય ફેલાયો છે જેના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લાના હવામાનમાં આવેલા અચાનક પલટા અને હવામાન વિભાગ દ્વારા બિન મોસમી વરસાદની આગાહીએ ખેડૂતોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જિલ્લામાં 3000 હેક્ટરમાં જીરૂ, ચણા, શાકભાજી સહિતના શિયાળુ પાકોનું વાવેતર થયું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે. બજારમાં મગફળી અને કપાસની મોટા પ્રમાણમાં આયાત થઈ રહી છે તેવા સમયે ખરીફ ડાંગરનો પાક હજુ પણ થ્રેસીંગમાં છે. શિયાળામાં ચોમાસુ વાતાવરણ રચાય છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 3000 હેક્ટર વિસ્તારમાં ઉગાડવામાં આવતા જીરૂ, ચણા, શાકભાજી અને ઘાસચારો સહિતના શિયાળુ પાકો જોખમમાં છે.

આ પણ વાંચો;ગુજરાત / કિસાન આંદોલને સાબિત કર્યું કે સરકાર ઉપર લોકતંત્ર છે : ધારાસભ્ય વિરજી ઠુમર

નુકસાનના ભયથી ખેડૂતોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાટડી તાલુકામાં છૂટાછવાયા વરસાદના અહેવાલ છે. પાટડી તાલુકાના ખારાઘોડા, ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં અગિયાઓને તેમના પરિવારજનો સાથે સલામત સ્થળે ખસેડવા તંત્રએ સૂચના આપી છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વઢવાણ, ચૂડા, લીંબડી અને ધ્રાંગધ્રા તાલુકામાં વધુ અસર થવાની ધારણા છે.

ખેડુતો દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે લાવવામાં આવેલ મગફળી ગત સાંજથી હવામાનમાં પલટો આવતા વઢવાણ માર્કેટીંગ યાર્ડ ખાતે સલામત સ્થળે રાખવામાં આવી હતી. ડુંગળી, બટાકા, શાકભાજી સહિતનો સામાન સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

કમોસમી વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગે ખેડૂતોને બાગાયતી પાકોની સલામતીનું ધ્યાન રાખવાની સાથે ઉભેલા શિયાળુ પાકને પિયત આપવાનું ટાળવા સૂચના આપી છે. બીજ અને ખાતર જેવી વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે.હવામાનમાં પલટો આવતાં મૂળી તાલુકા પંથકમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ખેડૂતોએ પાકને પ્લાસ્ટિકથી ઢાંકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો ;વર્લ્ડ મીડિયા / કૃષિ કાયદાના પરત ખેચતા વિશ્વ મીડિયાએ કહ્યુ,- PM મોદી નરમ પડ્યા, સરકાર ઝૂકી