ગુજરાત/ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી 9 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજાશે

ગુજરાતમાં દર વર્ષે ટુરિઝમ કોર્પોરેશન દરા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાય છે જેમાં દેશવિદેશના પતંગબાજો ભાગ લે છે અને વિવિધ આકાર-કદની પતંગો ચગાવી આકાશી કરતબ કરે છે.

Gujarat
Untitled 75 8 અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી 9 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજાશે

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો જેના કારણે રાજ્ય સરકારે વિકેન્ડ જ નહીં, રાત્રી કરફ્યુ લાગુ કરવા મજબૂર કરાયું છે  ત્યારે ગુજરાતમાં  જાણે કોરોના તથા ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો હોવા છતાં સરકાર બેફિકર હોય તેમ વિવિધ ‘ઉત્સવો’ ની ઉજવણીમાં ગળાડૂબ છે. વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો, નદી ઉત્સવ બાદ હવે સરકાર દ્વારા ‘કાઇટ ફેસ્ટિવલ’ ઉજવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી 9 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજવાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, કોરોનાના વધતા કેસને પગલે વિદેશના પતંગબાજો જ આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવાનું ટાળે તેની સંભાવના છે.

આ  પણ વાંચો:દરોડા / કચ્છની ટ્રાન્સવર્લ્ડ ફર્ટિકેમ કંપનીમાં DRI-SIB કસ્ટમ વિભાગના દરોડા

ગુજરાતમાં દર વર્ષે ટુરિઝમ કોર્પોરેશન દરા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાય છે જેમાં દેશવિદેશના પતંગબાજો ભાગ લે છે અને વિવિધ આકાર-કદની પતંગો ચગાવી આકાશી કરતબ કરે છે.

આ પણ  વાંચો:olitical / સંજય રાઉતે ભૂતપૂર્વ PM ની નેહરુ સાથે કરી સરખામણી, કર્યો PM મોદી પર કટાક્ષ

માત્ર અમદાવાદ જ નહી,સાપુતારા,માંડમી,કચ્છ સહિત અનેક શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હજુય યથાવત રહ્યુ છે. જોકે, દિવાળીના તહેવારો બાદ રાત્રી કરફ્યુ અમલી બનાવ્યા બાદ કોરોના જાણે માંડ કાબૂમાં આવી શક્યો છે.