Not Set/ આખા વિશ્વમાં કેટલા વૃક્ષો હશે..જાણો તેની સંખ્યા..

જ્યારે પણ પર્યાવરણની જાળવણીની વાત થાય છે ત્યારે વૃક્ષો વાવવાની અપીલ ચોક્કસ કરવામાં આવે છે. વૃક્ષો આપણા માટે, આ વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

Ajab Gajab News Trending
4 17 આખા વિશ્વમાં કેટલા વૃક્ષો હશે..જાણો તેની સંખ્યા..

જ્યારે પણ પર્યાવરણની જાળવણીની વાત થાય છે ત્યારે વૃક્ષો વાવવાની અપીલ ચોક્કસ કરવામાં આવે છે. વૃક્ષો આપણા માટે, આ વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચીને ઓક્સિજન છોડે છે, જેના વિના માનવ જીવનની કલ્પના કરી શકાતી નથી. વિશ્વભરના દેશોમાં આધુનિકતા, શહેરીકરણ અને વિકાસના નામે વૃક્ષો કાપવામાં આવે છે. જોકે નવા વૃક્ષો પણ વાવવામાં આવે છે પણ તેની સંખ્યા ઓછી હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે પૃથ્વી પર કેટલા વૃક્ષો હશે?

રીડર્સ ડાયજેસ્ટના અહેવાલ મુજબ, અમેરિકાની યેલ યુનિવર્સિટીએ થોડા વર્ષો પહેલા વિશ્વમાં વાવેલા વૃક્ષોની સંખ્યા જણાવવાનો દાવો કર્યો હતો. આ સંશોધન અહેવાલ પ્રતિષ્ઠિત જર્નલ મેગેઝીન નેચરમાં પણ પ્રકાશિત થયો હતો. નેચર મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અભ્યાસ અનુસાર, વિશ્વમાં 3.04 ટ્રિલિયન અથવા 34 ખર્વ એટલે 340000 કરોડ વૃક્ષો છે. આ સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પૃથ્વી પર વૃક્ષોની સંખ્યા હવે અડધી રહી ગઈ છે. યુરોપ જે અગાઉ જંગલોથી ઢંકાયેલું હતું, તે હવે ખેતી માટે ઘણી જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. વિશ્વના ઘણા ભાગોમાં આવી જ સ્થિતિ છે, જ્યાં જંગલોને કાપીને ખેતરોમાં ફેરવવામાં આવ્યા છે.

આ સંશોધન મુજબ વિશ્વમાં દર વર્ષે 1500 કરોડ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જ્યારે તેમની જગ્યાએ 500 કરોડ નવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. છોડમાંથી વૃક્ષ બનવાની પ્રક્રિયામાં આનો મોટો ભાગ દમ તોડી દે છે. દર વર્ષે વિશ્વના ઘણા ભાગોમાંથી જંગલમાં આગ લાગવાના અહેવાલો આવે છે. સાથે જ જંગલો પણ કાપવામાં આવી રહ્યા છે. વિશ્વભરની સરકારો પોતપોતાના સ્તરેથી પ્રયાસો કરી રહી છે, પરંતુ નિષ્ણાંતો કહે છે કે આપણે અને તમારે પણ વૃક્ષો વાવવાની જવાબદારી નિભાવવી પડશે.