Not Set/ RMC પદાધિકારીઓએ કેકેવીચોક ડબલડેકર ઓવરબ્રિજ પ્રોજેકટ સાઈટની કરી વિઝિટ,બેરિકેડિંગ કરવા એજન્સીને આદેશ

રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ આજે કેકેવી ચોક ડબલ ડેકર ઓવરબ્રિજ પ્રોજેકટની સાઈટ વિઝિટ કરી હતી અને બ્રિજની સાઈટ ફરતે તાત્કાલીક અસરથી બેરિકેડિંગ કરવા માટે

Rajkot
kkv bridge visit RMC પદાધિકારીઓએ કેકેવીચોક ડબલડેકર ઓવરબ્રિજ પ્રોજેકટ સાઈટની કરી વિઝિટ,બેરિકેડિંગ કરવા એજન્સીને આદેશ

રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ આજે કેકેવી ચોક ડબલ ડેકર ઓવરબ્રિજ પ્રોજેકટની સાઈટ વિઝિટ કરી હતી અને બ્રિજની સાઈટ ફરતે તાત્કાલીક અસરથી બેરિકેડિંગ કરવા માટે એજન્સીને આદેશ કર્યેા હતો. તેમજ ચોમાસા દરમિયાન લોકોને અવરજવરમાં મુશ્કેલી ન થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી.

મહાપાલિકાના પિમ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં ગૌરવપથ કાલાવડ રોડના કેકેવી ચોકની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રૂા.૧૨૯.૫૩ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જેની આજે મેયર ડો.પ્રદીપભાઈ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ, ડેપ્યુટી મેયર ર્ડેા.દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા, બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં.૧૦ના કોર્પેારેટર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, ડો.રાજેશ્રીબેન ડોડિયા તેમજ વોર્ડ નં.૮ના કોર્પેારેટર અશ્ર્વિનભાઈ પાંભર, બિપીનભાઈ બેરા, ડો.દર્શનાબેન પંડયા તેમજ પ્રોજેકટ ઈન્ચાર્જ સિટી એન્જિનિયર એચ.યુ. દોઢિયા સહિતના સ્ટાફે બ્રિજની સાઈટ વિઝિટ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

majboor str 16 RMC પદાધિકારીઓએ કેકેવીચોક ડબલડેકર ઓવરબ્રિજ પ્રોજેકટ સાઈટની કરી વિઝિટ,બેરિકેડિંગ કરવા એજન્સીને આદેશ