ભરૂચ/ મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલના ભરૂચમાં આગમનને લઈ તંત્ર શહેરના ગાબડા છુપાવવામાં વ્યસ્ત

ચોમાસામાં ખાડે ગયેલા માર્ગોનું સમારકામ અને રંગરોગાન કરાતા લોકોએ લીધો હાશકારો, લોકો એ કહ્યું દર મહીને એક ચક્કર લગાવો ભુપેન્દ્રભાઈ 

Top Stories Gujarat Trending
રોડ અને રસ્તાઓની હાલત

ચોમાસા બાદ ગુજરાતમાં દર વર્ષે રોડ અને રસ્તાઓની હાલત અત્યંત દયાજનક બની જતી હોય છે. રોડ પરથી ડામર અને કપચી તો એવા ગાયબ થઇ જાય છે કે દૂરબીન લઈને પણ શોધે નથી જોવા મળતા તેની જગ્યાએ મોટા ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થઇ જાય છે. ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ને બાદ કરતા નાના મોટા તમામ શહેરોની આવી જ હાલત હાલમાં જોવા મળી રહી છે. ત્યારે નવનિયુક્ત મુખ્યમંત્રી ભરૂચ જીલ્લાની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે ભરૂચ તંત્ર રોડ અને રસ્તાઓના સમાર કામ એટલે કે થાગડ થીગડના કામમાં જોતરાઈ ગયું છે.

ખાડે ગયેલા રસ્તાઓનું તાબડતોબ થીગડા મારવાનું કામ હાથ ધરાતાં વિપક્ષ કોંગ્રેસે આ કામગીરી CM ગયા બાદ પણ સમગ્ર ભરૂચમાં કાર્યરત રહે તેવી આશા સેવી રહી છે . ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પીએમ કેર હેઠળ તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટનું  લોકાર્પણ માટે ભરૂચ આવી રહ્યા છે.  ભરૂચ સિવિલના ઓક્સિજન પ્લાન્ટનું પીએમ નરેન્દ્ર મોદી ઇ-લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં ગુરૂવારે ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે આવી રહ્યાં છે. નવા મુખ્યમંત્રીના પ્રથમ વખત આગમનને લઈ રાતોરાત રોડ અને રસ્તાઓની હાલત અને શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકાર આવ્યા બાદ ગુરૂવારે પ્રથમ વખત મુખ્યમંત્રી ભરૂચ પધારી રહ્યાં છે. તેઓના આગમનને વધાવવા જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સજ્જ થઈ ગયું છે.

મુખ્યમંત્રી ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં પી.એમ. કેર હેઠળ ઓક્સિજન પ્લાન્ટ સહિત અન્ય લોકાર્પણના કાર્યો માટે આવી રહ્યાં હોય શહેરના માર્ગો પર યુદ્ધના ધોરણે પેચવર્ક થઈ રહ્યું છે. ચોમાસામાં ખાડામાં ગયેલા રસ્તાઓને પાલિકા, આર એન્ડ બી સહિતના તંત્ર દ્વારા દુરસ્ત કરી ગંદકી, કચરો દૂર કરવામાં આવી રહ્યાં છે. ડીવાઈડરોને રંગરોગાન અને સુશોભન કરી તંત્ર મુખ્યમંત્રીને આવકારવા થનગની ઉઠ્યું છે.

માર્ગોનું સમારકામ સાથે સાફ સફાઈ અભિયાન હાથ ધરાતા વાહનચાલકો અને પ્રજા પણ હાલ કામગીરીને લઈ ખુશી જોવા મળી રહી છે. ભુપેન્દ્ર દાદાને આવકારવા જેવી રીતે તાબડતોબ ભરૂચમાં રસ્તા, સફાઈ, સુશોભન કરી દરબાર સજ્જ કરાઈ રહ્યો છે જે કામગીરી આગામી સમયમાં પણ રોજે રોજ કાર્યરત રહે તેવી માંગ વિપક્ષ કોંગ્રેસે કરી છે.

CM ભુપેન્દ્ર પટેલ સવારે 10 કલાકે શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે આવવાના છે જ્યાંથી 10.05 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલના PM કેર ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે. CM આ પ્રસંગે કોરોના વોરિયર્સ અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન કરનાર છે.

Gujarat / ગુજરાતમાં સર્જાઈ શકે છે વીજ સંકટ, છ જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ