Not Set/ iPhoneના ન્યુ વેરિયેન્ટમાં “નોચ”ની જગ્યાએ આપવામાં આવી શકે છે આ ખાસ ફિચર્સ

નવી દિલ્હી, વિશ્વની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ દ્વારા હાલમાં જ લોન્ચ કરાયેલા iPhone Xમાં ડિસ્પ્લે નોચ આપવામાં આવ્યો હતો. આ સાથે જ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં આ નોચના ફિચર્સનો નવો ટ્રેન્ડ ચાલુ સેટ થઇ ગયો છે. જો કે આવનારા સમયમાં iPhoneમાં ડિસ્પ્લે નોચની જગ્યાએ એક હોલ આપવામાં આવી શકે છે. સ્માર્ટફોનમાં બેજલ ઓછું કરવા માટે નોચ […]

Trending Tech & Auto
appleiphone7plus ap 1 iPhoneના ન્યુ વેરિયેન્ટમાં "નોચ"ની જગ્યાએ આપવામાં આવી શકે છે આ ખાસ ફિચર્સ

નવી દિલ્હી,

વિશ્વની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ દ્વારા હાલમાં જ લોન્ચ કરાયેલા iPhone Xમાં ડિસ્પ્લે નોચ આપવામાં આવ્યો હતો. આ સાથે જ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં આ નોચના ફિચર્સનો નવો ટ્રેન્ડ ચાલુ સેટ થઇ ગયો છે.

જો કે આવનારા સમયમાં iPhoneમાં ડિસ્પ્લે નોચની જગ્યાએ એક હોલ આપવામાં આવી શકે છે. સ્માર્ટફોનમાં બેજલ ઓછું કરવા માટે નોચ આપવામાં આવ્યો હતો.

rtso2qc iPhoneના ન્યુ વેરિયેન્ટમાં "નોચ"ની જગ્યાએ આપવામાં આવી શકે છે આ ખાસ ફિચર્સ
tech-apple-patent-reveals-next-iphone-display-hole

હાલમાં જ સેમસંગ દ્વારા ડેવેલોપર કોન્ફરન્સમાં ચાર નવા પ્રકારના ડિસ્પ્લે રજૂ કરાયા છે, જેમાં એક Infinity O છે. આ ડિસ્પ્લેમાં કેમેરા માટે એક હોલ આપવામાં આવ્યો છે.

આ વચ્ચે એપલના પેટેન્ટથી પણ એક ખુલાસો થયો છે કે, કંપની દ્વારા આગામી iPhoneમાં આ જ પ્રકારની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

66595731 iPhoneના ન્યુ વેરિયેન્ટમાં "નોચ"ની જગ્યાએ આપવામાં આવી શકે છે આ ખાસ ફિચર્સ

લેટ્સ ગો ડિજિટલના એક રિપોર્ટ મુજબ, આ પેટન્ટનું ટાઈટલ ઈન્ટીગ્રેટેડ કેમેરા વિન્ડો છે. તેને અમેરિકી પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં જૂનમાં ફાઈલ કરવામાં આવ્યું હતું.

આ પેટન્ટમાં જણાવ્યા મુજબ, આ ડિસ્પ્લેમાં એક ખાસ પ્રકારનો ગ્લાસ છે અને એમાં એક હોલ છે.

જો આ પેટન્ટને બદલવામાં આવે છે તો, ન્યુ iPhoneમાં નોચ મળશે નહિ અને આ હોલમાં ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે, જેને અન્ડર ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરો પણ કહી શકાય છે.