Cricket/ રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને લાગ્યો મોટો ઝટકો, જાણો શું છે મામલો

ભારતીય ઓપનર રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ બુધવારે જાહેર થયેલા આઇસીસી ટી-20 રેન્કિંગમાં એક-એક સ્થાન ગુમાવી ચૂક્યો છે.

Sports
Mantavya 59 રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને લાગ્યો મોટો ઝટકો, જાણો શું છે મામલો

ભારતીય ઓપનર રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ બુધવારે જાહેર થયેલા આઇસીસી ટી-20 રેન્કિંગમાં એક-એક સ્થાન ગુમાવી ચૂક્યો છે. જો કે હાલમાં ચાલી રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરીઝમાં રોહિતનું પ્રદર્શન સારુ રહ્યુ છે. રોહિત વિશે કહેવાય છે કે, તે કોઇ પણ સમયે પોતાની આક્રમક બેટિંગથી રેકિંગમાં મોટા ફેરફાર કરી શકે છે.

Cricket / ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ભારતીય ઓપનર રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે તાજેતરની આઇસીસી ટી-20 રેન્કિંગમાં એક-એક સ્થાન ગુમાવ્યું છે. ટીમ ઈન્ડિયાનાં વાઇસ કેપ્ટન અને હિટમેન રોહિત શર્મા બેટ્સમેનોની યાદીમાં 13 માંથી 14 માં ક્રમ પર છે, જ્યારે જસપ્રિત બુમરાહ 15 માં સ્થાનેથી 16 માં ક્રમે આવી ગયા છે. ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલ અને ઓસ્ટ્રેલિયાનાં ઝડપી બોલર ઝાય રિચર્રસન આગળ વધ્યા હોવાથી રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ અને રોહિત શર્માને નુકસાન થયુ છે. માર્ટિન ગુપ્ટિલ ત્રણ સ્થાનનો ઉછાળો મેળવી 11 માં ક્રમે પહોંચ્યો છે જ્યારે ઝાય રિચાર્ડસન ભારતીય બોલર જસપ્રિત બુમરાહ 15 માં સ્થાને પહોંચી ગયો છે.

Cricket / આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા ‘સેમિફાઇનલ’ જેવી બનશે સ્થિતિ

આ દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છઠ્ઠા અને ઓપનર લોકેશ રાહુલ બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડનો ડેવન કોન્વે આઠ મેચો બાદ 46 માં સ્થાનનો ઉછાળો કરીને 17 માં સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડર માર્કસ સ્ટોયનિસ 77 માં નંબર ઉપર ચઢીને 110 પર પહોંચી ગયો છે.  રોહિત શર્માને ટી-20 માં ભલે નુકસાન થયુ હોય, પરંતુ આ પહેલા તાજેતરમાં જારી કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્માને ફાયદો થયો હતો. આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં, તે તેની કારકિર્દીનાં શ્રેષ્ઠ આઠમાં સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્મા ચાલુ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં છ સ્થાનની સુધારણા સાથે કારકિર્દીનાં શ્રેષ્ઠ આઠમાં સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેનાથી તેનો ફાયદો આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં થયો છે. વળી, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં ટોચનાં 5 માં છે. વળી, અશ્વિન પણ બોલરોની યાદીમાં પ્રથમ 5 માં સ્થાને રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ