Not Set/ ICC World Cup, ENG vs SA : ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે 312 રનનો લક્ષ્ય મુક્યો, બેન સ્ટોક્સ સદી ચૂક્યો

ક્રિકેટ વિશ્વ કપ 2019ની પહેલી મેચ લંડનનાં કેનિગ્ટન ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. જ્યા ટોસ જીતી સાઉથ આફ્રિકાએ પહેલા બોલીંગને નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 8 વિકેટનાં નુકસાને 311 રન બનાવવામાં સફળ રહી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. વળી સાઉથ […]

Sports
england vs south africa ICC World Cup, ENG vs SA : ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે 312 રનનો લક્ષ્ય મુક્યો, બેન સ્ટોક્સ સદી ચૂક્યો

ક્રિકેટ વિશ્વ કપ 2019ની પહેલી મેચ લંડનનાં કેનિગ્ટન ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. જ્યા ટોસ જીતી સાઉથ આફ્રિકાએ પહેલા બોલીંગને નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 8 વિકેટનાં નુકસાને 311 રન બનાવવામાં સફળ રહી હતી.

bairstow 1559210725 ICC World Cup, ENG vs SA : ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે 312 રનનો લક્ષ્ય મુક્યો, બેન સ્ટોક્સ સદી ચૂક્યો

ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. વળી સાઉથ આફ્રિકા તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા એનગીડીએ ત્રણ વિકેટ ઝટકી હતી.  ઈંગ્લેન્ડનાં અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો, કેપ્ટન મોર્ગને 60 બોલમાં 4 ચોગ્ગા અને 3 છક્કાની મદદથી 57 રન બનાવ્યા હતા. જેસન રોયે 53 બોલમાં 54 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનાં સૌથી ભરોસેમંદ બેટ્સમેન કહેવાતા જો રૂટે 59 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગ્સમાં 5 ચોગ્ગા માર્યા હતા. વળી દક્ષિણ આફ્રિકા માટે લુંગી એનગીડીએ 3, ઈમરાન તાહિરે અને  કેગિસો રબાડાએ બે-બે અને એડિલ ફેહુલક્વાયોએ 1 વિકેટ લીધી હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ઈંગ્લેન્ડને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતુ.

ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડને હવે તે ટીમ તરીકે ગણવામાં આવે છે જેના માટે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય છે. છેલ્લાં બે વર્ષમાં, આ ટીમે ઘણા હાઇ સ્કોરિંગ મેચો રમ્યા છે, સંભવતઃ કોઈ અન્ય ટીમ રમી હશે. આ ટીમની બોલિંગની કે બેટીંગની વાત કરીએ તો તે બંન્ને રીતે સ્થિર અને મજબૂત દેખાઇ રહી છે.

જો ઈંગ્લેન્ડનાં પાછલા વિશ્વ કપની વાત કરવામા આવે તો તે ખૂબ જ નિરાશાજનક રહ્યુ હતું. ટીમ ગ્રુપ રાઉન્ડથી જ બહાર થઇ ગઇ હતી, પરંતુ ઇઓન મોર્ગનનાં કેપ્ટનશીપ સાથે, આ ટીમે જબરજસ્ત સુધારાઓ કર્યા છે. જે આપને આ વિશ્વ કપમાં જોવા મળી શકે છે.

દક્ષિણ આફ્રિકા

જો દક્ષિણ આફ્રિકાની વાત કરવામાં આવે તો તેના માટે ટુર્નામેન્ટ પહેલા ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનાં અનુભવી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ખભામાં ઈજાનાં કારણે મેચમાંથી બહાર થઇ ગયો છે. સ્ટેન સિવાય, ટીમમાં કેગિસો રબાડા અને લુંગી એનગીડી જેવા બોલર છે જેમણે પ્રેક્ટિસ મેચમાં સારો દેખાવ કર્યો હતો. આ બંને પણ ઇજાઓથી જઝુમી રહ્યા છે. જો કે ટીમ મેનેજમેન્ટ આશા રાખી રહ્યુ છે કે વિશ્વ કપમાં આ ત્રણ બોલરો જલ્દી જ ફિટ થઇ જાય.