Cricket/ રોહિત શર્મા અને વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામે નહીં રમે, જાણો કારણ

વર્ષ 2022 હાર્દિક પંડ્યા માટે શાનદાર રહ્યું છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને IPL ચેમ્પિયન બનાવ્યું હતું. આ સિવાય તેણે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની બે મેચમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી…

Top Stories Sports
India vs New Zealand

India vs New Zealand: ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ત્રણ ટી-20 અને 3 વન-ડે મેચની સિરીઝ માટે રવાના થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ નહીં હોય. હાર્દિક પંડ્યા ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની કમાન સંભાળી શકે છે. રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ પણ ટીમનો ભાગ નહીં હોય. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ ટી-20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. 29 વર્ષીય હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ત્રણ T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. તે રોહિત શર્મા, વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમાર પછી ભારતીય ટીમનો સૌથી અનુભવી T20 ખેલાડી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 76 T20 મેચોમાં ભાગ લીધો છે.

વર્ષ 2022 હાર્દિક પંડ્યા માટે શાનદાર રહ્યું છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને IPL ચેમ્પિયન બનાવ્યું હતું. આ સિવાય તેણે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની બે મેચમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ઈજા બાદ ટીમમાં વાપસી કરનાર પંડ્યા હવે તેજ ગતિએ બોલિંગ કરી રહ્યો છે.

ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમનું ટાઈમ ટેબલ

પ્રથમ T20 – 18 નવેમ્બર

બીજી T20 – 20 નવેમ્બર

ત્રીજી T20 – 22 નવેમ્બર

પ્રથમ ODI – 25 નવેમ્બર

બીજી ODI – 27 નવેમ્બર

ત્રીજી ODI – 30 નવેમ્બર

આ પણ વાંચો: Morbi/ ઘડિયાળ બનાવતી ઓરેવા કંપનીને મોરબી બ્રિજના સમારકામનો કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો?

આ પણ વાંચો: Morbi/ મોરબી પુલ દુર્ઘટનામાં રાહત કાર્યની સમીક્ષા કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: Sharad Pawar/ મુલાયમ પછી પવારનો વારોઃ એનસીપીના વડાની તબિયત બગડી