IPL/ રોહિત શર્મા આજે CSK વિરુદ્ધ રચી શકે છે ઈતિહાસ, જાણો કેવી રીતે

રોહિત શર્માએ પોતાની T20 કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 397 સિક્સર ફટકારી છે. જો તે વધુ ત્રણ સિક્સર ફટકારે છે તો તે 400 છક્કા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.

Sports
1 290 રોહિત શર્મા આજે CSK વિરુદ્ધ રચી શકે છે ઈતિહાસ, જાણો કેવી રીતે

મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 નાં ​​બીજા તબક્કાની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી શકે છે. જો રોહિત શર્મા CSK સામે ત્રણ છક્કા ફટકારશે, તો તે ભારત માટે ટી-20 માં 400 છક્કા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.

1 291 રોહિત શર્મા આજે CSK વિરુદ્ધ રચી શકે છે ઈતિહાસ, જાણો કેવી રીતે

આ પણ વાંચો – વો ભૂલી દાસ્તાં, લો, ફિર યાદ આ ગઈ, / મહિલા મંત્રાલયમાં મહિલાઓ પર જ પ્રતિબંધ, આ છે તાલીબાનની હકીક્ત

રોહિતની વાત કરીએ તો તે IPL નો સૌથી સફળ કેપ્ટન છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ખિતાબ અપાવ્યો છે. આઈપીએલ 14 નાં પહેલા તબક્કામાં બંને ટીમો એકબીજા સાથે રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતુ. રોહિત શર્માએ પોતાની T20 કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 397 સિક્સર ફટકારી છે. ભારતનાં માત્ર ચાર ખેલાડીઓએ T20 ક્રિકેટમાં 300 થી વધુ સિક્સર ફટકારી છે. રોહિત બાદ સુરેશ રૈનાએ 324 સિક્સર ફટકારી છે. આ પછી વિરાટ કોહલીએ 315 સિક્સર ફટકારી છે. જ્યારે એમએસ ધોનીએ 303 સિક્સર ફટકારી છે. રોહિત શર્માની વાત કરીએ તો તેણે 397 સિક્સરમાંથી 224 IPL માં જ ફટકારી છે. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ માટે 173 સિક્સર ફટકારી છે. તેણે આઇપીએલની કારકિર્દીની બાકીની 51 સિક્સર આઇપીએલની પ્રથમ ત્રણ સીઝનમાં ફટકારી હતી, જ્યારે તે ડેક્કન ચાર્જર્સ તરફથી રમતો હતો. રોહિત ભારત, ઇન્ડિયા A અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી ચૂક્યો છે.

1 292 રોહિત શર્મા આજે CSK વિરુદ્ધ રચી શકે છે ઈતિહાસ, જાણો કેવી રીતે

આ પણ વાંચો – AUKUS / AUKUSની જાહેરાત પહેલા જ ઓસ્ટ્રેલિયાના પીએમએ ફોન પર નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી, જાણો ગઠબંધન શું છે?

T20 માં સૌથી વધુ સિક્સર ફટકારનારા વિશ્વનાં બેટ્સમેનોની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ નંબર વન Position પર છે, તેણે 1042 સિક્સર ફટકારી છે. તેના પછી બીજા ક્રમે 755 છક્કા સાથે કેરોન પોલાર્ડ છે. ત્રીજા સ્થાને આન્દ્રે રસેલ છે, જેણે T20 ક્રિકેટમાં કુલ 509 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા આ યાદીમાં 8 માં સ્થાને છે.