Not Set/ રોયલ એનફિલ્ડ ક્લાસિક ૫૦૦ પેગાસુસ લીમીટેડ એડીશન થઇ લોન્ચ : દુનિયામાં આવી ૧૦૦૦ બાઈક જ વેચશે કંપની

Royal Enfield Classic 500 Pegasus ને કંપનીએ સતાવાર જાહેર કરી દીધી છે. ખાસ વાત એ છે કે આ બાઈકના પૂરી દુનિયામાં ફક્ત ૧૦૦૦ યુનિટ જ વેચવામાં આવશે. રોયલ એનફિલ્ડ ૫૦૦ પેગાસુસ બીજા વિશ્વયુદ્ધ વાળા બુલેટ જેવી ફીલિંગ આપે છે. આ બુલેટની ટાંકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ પેરાટ્રૉપર્સ દ્વારા વાપરવામાં આવેલા બુલેટની પણ ઇમ્પ્રેશન છે. […]

Uncategorized
1 578 872 0 70 http cdni.autocarindia.com Galleries 20180523094954 RE Classic 500 Pegasus 2 રોયલ એનફિલ્ડ ક્લાસિક ૫૦૦ પેગાસુસ લીમીટેડ એડીશન થઇ લોન્ચ : દુનિયામાં આવી ૧૦૦૦ બાઈક જ વેચશે કંપની

Royal Enfield Classic 500 Pegasus ને કંપનીએ સતાવાર જાહેર કરી દીધી છે. ખાસ વાત એ છે કે આ બાઈકના પૂરી દુનિયામાં
ફક્ત ૧૦૦૦ યુનિટ જ વેચવામાં આવશે. રોયલ એનફિલ્ડ ૫૦૦ પેગાસુસ બીજા વિશ્વયુદ્ધ વાળા બુલેટ જેવી ફીલિંગ આપે છે. આ
બુલેટની ટાંકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ પેરાટ્રૉપર્સ દ્વારા વાપરવામાં આવેલા બુલેટની પણ ઇમ્પ્રેશન છે. બુલેટનું આ
નવું એડીશન RE/WD 125 બાઈકથી પ્રેરિત છે, જે ફલાયિંગ ફ્લી માટે ઓળખાય છે. આ બુલેટના ૧૦૦૦ યુનિટમાંથી ભારત માટે
ફક્ત ૨૫૦ જ ઉપલબ્ધ છે. તથા બ્રિટનમાં ૧૯૦ બાઈક્સ વેચવામાં આવશે. જો કિંમતની વાત કરીએ તો લગભગ ૪.૫૦ લાખ
રૂપિયા હશે. જોકે કિંમત ચીશે હજુ સતાવાર કશું કહેવામાં આવ્યું નથી. જો તમારે અ બાઈક ખરીદવું છે તો તમારે જુલાઈ સુધી રાહ
જોવી પડશે. જુલાઈ થી આનું ઓનલાઈન બુકિંગ શરુ થશે.

આ બુલેટ સર્વિસ બ્રાઉન અને ઓલીવ ગ્રીન એમ બે કલરમાં ખરીદી શકાશે. મીલીટ્રી કલર ભારતમાં વેચવામાં નહિ આવે.
ભારતમાં ઓલીવ ગ્રીન કલરનું બુલેટ વેચવામાં આવશે કે નહિ એ હજુ નક્કી થયું નથી. એન્જીનની વાત કરીએ તો આ બુલેટમાં
૪૯૯ સીસી નું સિંગલ સીલીન્ડર એન્જીન આપવામાં આવ્યું છે, જે બધા બુલેતમાં આપવામાં આવે છે અને એર કુલડ એન્જીન છે.
આમાં ૫ સ્પીડ વાળું ગીઅર બોક્ષ મળશે અને એન્જીન ૨૭ બીએચપી નો પાવર જનરેટ કરશે. તથા ૪૧ ન્યુટન મીટર નું ટોર્ક આપશે.
ભારતમાં વેચાઈ રહેલા બુલેટ વિશે વાત કરીએ તો ભારતમાં ૩૫૦ અને ૫૦૦ સીસી એન્જીન વાળા બુલેટ વેચવામાં અઆવી રહ્યા
છે.આ વર્ષે કંપનીએ ભારતમાં બે નવા બાઈક રોયલ એનફિલ્ડ ઠંડરબર્ડ ૩૫૦ અને ૫૦૦ લોન્ચ કાર્ય હતા. થંદરબર્ડ ૩૫૦માં
૩૪૬ સીસીનું સિંગલ સીલીન્ડર એન્જીન આપવામાં આવ્યું છે જે એર કુલડ છે. આ એન્જીન ૫૨૫૦ આરપીએમ પર ૧૯.૮
બીએચપીનો પાવર જનરેટ કરે છે અને ૪૦૦૦ આરપીએમ પર ૨૮ ન્યુટન મીટર ટોર્ક જનરેટ કરે છે. થંદરબર્ડ ૫૦૦ માં ૪૯૯
સીસી નું સિંગલ સીલીન્ડર એન્જીન આપવામાં આવ્યું છે જે ૫૨૫૦ આરપીએમ પર ૨૭.૨ બીએચપીનો પાવર અને ૪૦૦૦
આરપીએમ પર ૪૧.3 ન્યુટન મીટર ટોર્ક જનરેટ કરે છે. ભારતમાં થંદરબર્ડ 300 ની કિંમત ૧.૪૮ અને થંદરબર્ડ ૫૦૦ ની કિંમત
૧.૯ લાખ રૂપિયા છે.પ્રીમીયમ ૩૫૦ અને ૫૦૦ માટે ફક્ત ૮૦૦૦ રૂપિયા વધારે આપવા પડે છે.