Box Office Report/ RRR ફિલ્મની કમાણી 1 હજાર કરોડને પાર,ભારતની ત્રીજી ફિલ્મ આ કલબમાં સામેલ

એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ફિલ્મ 1000 કરોડની કમાણી કરી છે,ભારતીય સિનેમામાં નવા શિખર પ્રાપ્ત કર્યા છે.આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં  સફળ નીવડી છે,

Top Stories Entertainment
14 7 RRR ફિલ્મની કમાણી 1 હજાર કરોડને પાર,ભારતની ત્રીજી ફિલ્મ આ કલબમાં સામેલ

એક સમય એવો હતો જ્યારે કોઈ પણ ફિલ્મ સફળ થવાનો માપદંડ 100 કરોડની ક્લબમાં  સમાવેશ ગણવામાં આવતો હતો. દરેક અભિનેતાની ઈચ્છા હોય છે કે તેની ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થાય. પણ સમય સાથે કેટલું બદલાઈ ગયું છે,જ્યાં 10 વર્ષ પહેલા 100 કરોડ એક મોટો આંકડો ગણાતો હતો, તે હવે સામાન્ય બાબત લાગે છે. એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ફિલ્મ 1000 કરોડની કમાણી કરી છે,ભારતીય સિનેમામાં નવા શિખર પ્રાપ્ત કર્યા છે.આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં  સફળ નીવડી છે,દર્શકો આ ફિલ્મને ખુબ આવકાર આપી રહ્યા છે.

 

 

છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. સાઉથની ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને જબરદસ્ત કમાણી કરી રહી છે. પહેલા પુષ્પાનો કહેર જોવા મળ્યો અને હવે એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું તોફાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજામૌલીની ફિલ્મ તેની સુપરડુપર બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીનો રેકોર્ડ પણ તોડતી જોવા મળી રહી છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો RRR ફિલ્મ 1000 કરોડની કમાણી કરનાર દેશની ત્રીજી ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મ રીલિઝના 16માં દિવસે, એસએસ રાજામૌલીની આરઆરઆરએ પોતાને ઊંચાઈના શિખરે લાવીને એક મજબૂત સ્થાન મેળવ્યું છે, મનોબાલા વિજયબાલને ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા શેર કર્યા છે. તેમના મતે, આ ફિલ્મે 16માં દિવસે વિશ્વભરમાં 1000 કરોડની કમાણીનો જાદુઈ આંકડો સ્પર્શ કર્યો છે. આ પહેલા માત્ર પ્રભાસની બાહુબલી 2 અને આમિર ખાનની દંગલ આ સ્થાને પહોંચી છે.