OMG!/ પબની છત પર 20 લાખ રૂપિયા લટકાવાયા છે, પરંતુ કોઈ એની ચોરી કરી શકે એમ નથી !

પેંસકોલા ફ્લોરિડામાં મેકગ્યુઅર પબની છત પર લાખોની કિંમતની નોટ લટકે છે. તેને જોઈને તમારા મનમાં ચોરી કરવાનો વિચાર ચોક્કસપણે આવશે. જો કે, એ વાત જુદીછે કે ચોરી કર્યા બાદ પણ તમે આ રૂપિયા ખર્ચ કરી શકશો નહીં અને હા, આ નોટ એકદમ અસલી છે. મેકગ્યુઅરનો આ આઈરિશ પબ ફ્લોરિડામાં છે. તેની ગણતરી પેંસકોલાની કેટલીક ફેમશ […]

Ajab Gajab News
Untitled 120 પબની છત પર 20 લાખ રૂપિયા લટકાવાયા છે, પરંતુ કોઈ એની ચોરી કરી શકે એમ નથી !

પેંસકોલા ફ્લોરિડામાં મેકગ્યુઅર પબની છત પર લાખોની કિંમતની નોટ લટકે છે. તેને જોઈને તમારા મનમાં ચોરી કરવાનો વિચાર ચોક્કસપણે આવશે. જો કે, એ વાત જુદીછે કે ચોરી કર્યા બાદ પણ તમે આ રૂપિયા ખર્ચ કરી શકશો નહીં અને હા, આ નોટ એકદમ અસલી છે. મેકગ્યુઅરનો આ આઈરિશ પબ ફ્લોરિડામાં છે. તેની ગણતરી પેંસકોલાની કેટલીક ફેમશ રેસ્ટોરાંમાં થાય છે. તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

તેનું કારણ અહીંની સર્વિસની સાથે અહીં લટકતી લગભગ 20 લાખ (2 મિલિયન ડોલર)ની અસલી નોટ પણ છે. અનોખી સજાવટના કારણે રેસ્ટોરાંની ચર્ચા ફ્લોરિડા અને તેની બહાર પણ થઈ રહી છે. આ પબ 15000 ચોરસ ફૂટ (આઈરિશ પબ એરિયા)માં છે. આ સંપૂર્ણ એરિયાની છત પર ડોલર જ ડોલર લટકતા જોવા મળે છે. જ્યારે અહીં જગ્યાં ડોલરથી ભરાઈ ગઈ તો આ ટોકનને દિવાલ પર પણ લટકાવવામાં આવી. 1999માં આ પબના માલિકે જણાવ્યું હતું કે, તેઓ આ ડોલર્સની કિંમતના હિસાબથી ટેક્સ પણ આપે છે.

ફ્લોરિડાના આ પબમાં લગભગ 20 લાખ રૂપિયાની કિંમતના 1 લાખ 75 હજાર અમેરિકન ડોલર માત્ર ડેકોરેશન માટે લગાવવામાં આવ્યા છે. અહીં આવતા લોકોને ઘણી વાર આ ડોલર ઘરે લઈ જવાનો વિચાર આવ્યો હશે, પરંતુ તેઓ આવું કરતા નથી. જો કે આ અગાઉ એક વખત ચોરી થઈ છે. પબના એક કર્મચારીએ અહીંથી 5000 અમેરિકન ડોલર દીવાલ પરથી કાઢી લીધા હતા.

ઘણા લોકો તેમાંથી નોટ કાઢીને તેનો ખર્ચ કરવાનો પણ પ્રયાસ કરી ચૂક્યા છે. આ રેસ્ટોરાંને વર્ષ 1977માં માર્ટિન મેકગ્યુઅર અને તેમની પત્ની મોલીએ શરૂ કરી હતી. રેસ્ટોરાં બિઝનેસમાં આવ્યા બાદ જ્યારે પહેલા કસ્ટમરે તેમને ટિપ તરીકે 1 અમેરિકન ડોલર આપ્યા તો મોલીએ તેના પર તારીખ અને સાઈન કરી અને બાદમાં ગુડ લક તરીકે લટકાવી દીધી. જ્યારે લોકોએ પહેલી ટિપને સુંદર રીતે આ અંદાજમાં જોઈ તો ત્યારે તેઓએ પણ તેમાં ઓટોગ્રાફ સાથે વધુ નોટ લટકાવવાનું શરૂ કર્યું. ત્યારથી કલેક્શન વધતું જ રહ્યું છે.