Not Set/ મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી 66 સીટોથી લડશે ચુંટણી

બિહારમાં લોકસભાની સીટને લઈને બીજેપીનાં નેતૃત્વ વાળા એનડીએનાં સહયોગી દળ અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીનો મેળ પડ્યો નથી. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએસએલપી) એ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણી લડવાનું જાહેર કરી દીધું છે. પાર્ટી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ 66 સીટો પર પોતાનાં ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યું છે. કુશવાહાએ કહ્યું કે, અમારી પાર્ટી મધ્યપ્રદેશથી ચુંટણી લડશે. સીટોની સંખ્યા […]

Politics
upendrakushwaha મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી 66 સીટોથી લડશે ચુંટણી

બિહારમાં લોકસભાની સીટને લઈને બીજેપીનાં નેતૃત્વ વાળા એનડીએનાં સહયોગી દળ અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીનો મેળ પડ્યો નથી. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએસએલપી) એ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણી લડવાનું જાહેર કરી દીધું છે. પાર્ટી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ 66 સીટો પર પોતાનાં ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યું છે.

કુશવાહાએ કહ્યું કે, અમારી પાર્ટી મધ્યપ્રદેશથી ચુંટણી લડશે. સીટોની સંખ્યા પર વાત કરતાં એમણે જણાવ્યું કે બિહારમાં અમે ત્રણ સીટોની માંગ કરી છે અને એ વ્યાજબી પણ છે કારણકે અમે આ પહેલાં પર એ ત્રણ સીટ પરથી ચુંટણી લડી છે. કુશવાહાએ જણાવ્યું કે નીતીશ કુમારની ભાગીદારી ત્યારે ન હતી જયારે અમારી ભાગીદારી કેન્દ્રીય મંત્રીમંડલમાં હતી.

કુશવાહા મંગળવારે બિહારનાં બીજેપી નેતા ભુપેન્દ્ર યાદવને મળ્યાં હતા. સીટની વહેચણીને લઈને એમની વચ્ચે ચર્ચા થઇ હતી પરંતુ ડીલ ફાઈનલ થઇ શકી ન હતી.