Not Set/ RSS નો તબલીગી જમાત પર શાંબ્દિક હુમલો, કહ્યુ- તેઓ પોતાના આયોજનને રદ કરી શકતા હતા પણ…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સહકાર્યવાહ મનમોહન વૈદ્યએ દિલ્હી સ્થિત નિઝામુદ્દીન મરકઝનાં કાર્યક્રમ સાથે જોડાયેલા કોવિડ-19 નાં કેસની સંખ્યા ટાંકીને કહ્યું છે કે, ‘આંકડા સત્ય બોલે છે‘. તેમણે સોમવારે કહ્યું હતું કે, મુસ્લિમો તબલીગી જમાતનાં સંપર્કોને શોધી કાઠવામાં સરકારને મદદ કરી રહ્યા છે જેની પ્રશંસા થવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસનાં […]

India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સહકાર્યવાહ મનમોહન વૈદ્યએ દિલ્હી સ્થિત નિઝામુદ્દીન મરકઝનાં કાર્યક્રમ સાથે જોડાયેલા કોવિડ-19 નાં કેસની સંખ્યા ટાંકીને કહ્યું છે કે, આંકડા સત્ય બોલે છે‘. તેમણે સોમવારે કહ્યું હતું કે, મુસ્લિમો તબલીગી જમાતનાં સંપર્કોને શોધી કાઠવામાં સરકારને મદદ કરી રહ્યા છે જેની પ્રશંસા થવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસનાં કેસોમાં 4 દિવસમાં બમણો વધારો જોવા મળ્યો હતો, પરંતુ જો તબલીગી જમાતનો કાર્યક્રમ ન થયો હોત તો આ દરને બમણો થવામાં 7 દિવસનો સમય થતો.

તેમણે કહ્યું કે, આ જૂથનાં લોકો હવે તેમના જ સમાજમાં ખુલ્લા પડી રહ્યા છે. મુસ્લિમ સમાજમાં એક વર્ગ એવો પણ છે કે જે સરકારની સૂચનાને પગલે જમાતનાં આવા લોકોની શોધ કરવામાં પણ પ્રશાસનને મદદ કરી રહ્યું છે. સંઘનાં સહ સરકાર્યવાહ વૈદ્યે જણાવ્યું હતું કે, દેશમાં આ આપદાની ઘડીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકો દિવસ-રાત જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. હાલમાં સંઘનાં બે લાખ સ્વયંસેવકો દેશભરમાં 26 હજાર સ્થળોએ રોકાયેલા છે. આ સેવાકીય કામગીરીથી અત્યાર સુધીમાં 25 લાખથી વધુ પરિવારો લાભ લઈ શક્યા છે. આ અંતર્ગત 25 પ્રકારનાં સેવા કાર્ય ચાલી રહ્યા છે. અનેક જગ્યાએ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે, જેના દ્વારા લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યોમાં લોકોને ખોરાક, તબીબી સુવિધાઓ અને અન્ય પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસ રોગચાળાને પગલે આરએસએસનાં સુપ્રીમ જજમેન્ટ યુનિટની વાર્ષિક બેઠક પ્રતિનિધિ સભા રદ કરવાના સંગઠનનાં નિર્ણયનો ઉલ્લેખ કરતાં વૈદ્યે કહ્યું હતું કે, તબલીગી જમાત પણ તેમના આયોજનને રદ કરી શકતી હતી. તેમણે કહ્યું, ‘આરએસએસએ 15 માર્ચથી બેંગલુરુમાં યોજાનારી પ્રતિનિધિ બેઠક રદ કરી હતી. સંઘનાં 1,500 જેટલા સભ્યોને ટ્રેનોમાંથી ઉતરવા અથવા વિમાનની ટિકિટ રદ કરવાનું કહેવામાં આવ્યું હતું. જે લોકો સ્થળ પર પહોંચ્યા હતા તેમને તાત્કાલિક પાછા મોકલી દેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.