રાજયમાં કોરોનાના લીધે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઇ છે. મેડિકલ અંગેની સેવાઓ પુરી પાડવા સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પોતાનો ઉત્તર દાયત્વ નિભાવી રહી છે. નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના આદેશ મુજબ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં કોરોના ટેસ્ટના આરટીપીસીઆર ના સેમ્પલની ચકાશણી શરૂ કરવામાં આવી છે. અહીં સુરત સિવિલ અને સીમ્મેર હોસ્પિટલના આરટીપીસીઆર ના સેમ્પલો મોકલવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના આદેશ મુજબ સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી બાયોસાયન્સ વિભાગમાં આજે ગુરુવારથી આરટીપીસીઆર લેબ શરૂ કરવામાં આવ્યો છે. આ લેબમાં વખત સેમ્પલ ચેકઅપ કરવામાં આવશે. સુરતની સિવિલ અને સીમ્મેર હોસ્પિટલમાંથી આરટીપીસીઆર ના સેમ્પલો લેવામાં આવશે. સેમ્પલનો જે પણ રિપોર્ટ હશે તે રિપોર્ટ જે તે હોસ્પિટલને આપવાનો રહેશે અને અહીથી કોઈ પણ દર્દીઓને ફોન કરવામાં આવશે નહી. આજે 150 સેમ્પલ લેવામાં આવ્યા અને ચેકઅપ કરવામાં આવ્યું છે અને તેના રિપોર્ટ જે તે હોસ્પિટલને આપવામાં આવ્યો છે.
આરટીપીસીઆર ના તપાસ કરતા ઇન્ચાર્જ ડો .રાજેશ પટેલે જણાવ્યું હતું કે ગુરુવારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના આદેશ મુજબ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં કોરોના ટેસ્ટના આરટીપીસીઆર ના સેમ્પલની ચકાશણી શરૂ કરી દેવામાં આવી છે .ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાને લીધે આરટીપીસીઆર લેબોરેટરીની અતિ આવશ્યકતા ઉભી થાય છે તેથી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ લેબ શરી કરવાની મંજૂરી આપવામાં આવે છે.
