AHMEDABAD NEWS/ અમદાવાદમાં નિયમોના લીરેલીરાઃ બીયુ મંજૂરી અને ફાયર NOC વગર ધમધમતા સત્તાધીશોના કાફે

રાજકોટ દુર્ઘટના પછી રાજકોટ ઉપરાંત બીજી મનપામાં પણ આંખો ઉઘડી છે અને ફાયર એનઓસી વગર અને બીયુ પરમિશન વગર ધમધમતા કાફે, હોસ્પિટલ, મોલ, ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે આ સમયે અમદાવાદમાં હોબનોબ કાફેમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસ હાથ ધરી હતી.

Gujarat Ahmedabad
Beginners guide to 2024 06 02T225121.336 અમદાવાદમાં નિયમોના લીરેલીરાઃ બીયુ મંજૂરી અને ફાયર NOC વગર ધમધમતા સત્તાધીશોના કાફે

Ahmedabad News: રાજકોટ દુર્ઘટના પછી રાજકોટ ઉપરાંત બીજી મનપામાં પણ આંખો ઉઘડી છે અને ફાયર એનઓસી વગર અને બીયુ પરમિશન વગર ધમધમતા કાફે, હોસ્પિટલ, મોલ, ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે આ સમયે અમદાવાદમાં હોબનોબ કાફે (Hobnob CAffe)માં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) તપાસ હાથ ધરી હતી. આ હોબનોબ કાફે કેટલાય સમયથી ચાલતું હતું પરંતુ અમદાવાદના મનપાના સત્તાધીશોને રાજકોટના ગેમિંગ ઝોનની આગ પછી સમજણ આવી કે અમારી ફરજ છે કે આ પ્રકારના એકમોના કાગળિયા તપાસવામાં આવે.

રાજકોટની ગેમિંગ ઝોને લગાડેલા બ્રહ્મજ્ઞાન પછી હોબનોબ કાફેની તપાસમાં બહાર આવ્યું કે તેમા ફાયર એનઓસી (Fire NOC) અને બીયુ પરમિશન (BU Permission)ના નિયમનું પાલન થયું નથી. તેથી તેને મનપાએ સીલ મારી દીધુ. અહીં પાછો બીજો મોટો ઘટસ્ફોટ એ થયો કે આ કાફે ભાજપના પ્રદેશ યુવા મોરચાના નાયબ વડા હાર્દિકસિંહ ડોડિયાનું હતું.

આ બતાવે છે કે શાસક પક્ષના આગેવાનો જ નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે. આ તો રાજકોટ અગ્નિકાંડ થયો, જો થયો ન હોત તો હજી પણ આ કાફે આ જ રીતે ગેરકાયદેસર ધમધમતું હોત. બીજા શબ્દોમાં કહીએ તે શાસક પક્ષના આગેવાનોને જાણે નિયમો સાથે રમત રમવાનો તેના લીરેલીરા ઉડાડી દેવાનો પરવાનો મળી ગયો છે.

હવે સવાલ  છે કે આટલા સમયથી આ કાફે બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગર ધમધમતુ હતું તો અમદાવાદ મનપાએ તેની તપાસ કરવાની તસ્દી કેમ ન લીધી. તપાસની વાત તો કદાચ બાજુએ રહી પણ ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર કાફે શરૂ કરવાની મંજૂરી જ કઈ રીતે આપી. વાસ્તવમાં આ જે સીલ મારવામાં આવ્યું તે પણ કામચલાઉ જ લાગે છે. આ તો જેવું ફાયર એનઓસી અને બીયુ પરમિશનનું કાગળિયું રજૂ કરશે તો તરત જ કાફે શરૂ થઈ જશે. એએમસીએ કાફેના માલિકને તેવો સવાલ કેમ ન પૂછ્યો કે ભાઈ તે અમદાવાદ પ્રકારની જરૂરી મંજૂરીઓ વગર કાફે શરૂ કઈ રીતે કર્યુ. આ તો ફક્ત અમદાવાદના હોબનોબ કાફેની વાત થઈ. આવા તો કેટલાય રાજકીય આગેવોનાને કેટલા પ્રકારના એકમો ધમધમતા હશે તેની તો નોંધ જ નહીં લેવાતી હોય છે. આના માટે આપણે શું વધુ એક રાજકોટ ગેમિંગ ઝોન જેવા કાંડની રાહ જોવાની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

આ પણ વાંચો: ચૂંટણી પૂરી થતાં જ મોંઘવારીનો મારઃ અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો

આ પણ વાંચો: અમદાવાદના કેટલાય હાઈરાઈઝ બિલ્ડિંગ NOC વગરના છે

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાઓમાં સાચવજો! વરસાદ અંગે અંબાલાલ પટેલની ડરામણી આગાહી