Gujarat/ ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત અફવા, ગુજરાત ગેસ લિમિટેડ કંપનીની સ્પષ્ટતા

ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત અફવા, ગુજરાત ગેસ લિમિટેડ કંપનીની સ્પષ્ટતા

Top Stories Gujarat
ramol 6 ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત અફવા, ગુજરાત ગેસ લિમિટેડ કંપનીની સ્પષ્ટતા

ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેશે તેવી વાતો એ ગઈકાલથી જોર પકડ્યું હતું. આ વાતનું ખંડન કરતા ગુજરાત ગેસ દ્વારા એક નિવેદન દ્વારા સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે.

ઉલ્લેખનીય છે કે, આગામી સોમવારસવારે ૫ વાગ્યાથી મંગળવાર સવાર સુધી ગેસ પુરવઠો બંધ રહેવાની અફવા વિવિધ માધ્યમોમાં વહેતી થી હતી. જેને લઇ ગૃહિણીઓમાં ચિંતા વ્યાપી હતી. ઘરની સાથે હોટેલમાં પણ ગેસ પુરવઠો બંધ હોવાની વાતો થી ગૃહીનો વિશેષ ચિંતામાં મૂકી ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…