Not Set/ મુંબઈથી લાખોનું ડ્રગ્સ પહોંચ્યું સૌરાષ્ટ્રના આ શહેરમાં, પોલીસે રંગે હાથે 3 શખ્સોને ઝડપ્યા

જામનગરમાં રહેતા 1 શખ્સના રહેણાંક મકાનમાં અન્ય 2 સાગરીતોની મદદથી મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આયાત કરવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે,

Top Stories Gujarat
1

જામનગરમાં રહેતા 1 શખ્સના રહેણાંક મકાનમાં અન્ય 2 સાગરીતોની મદદથી મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આયાત કરવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી શાખાની ટીમે ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક પકડી પાડ્યું હતું. આ ત્રણેય શખ્સો સામે A ડિવિઝન પોલીસ મથકમાં નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને નશીલા પદાર્થનો જથ્થો મુંબઈ તરફથી આયાત થયો હોવાથી પોલીસે તપાસનો દોર મુંબઈ તરફ લંબાવ્યો છે.

Army recruitment: 14 held for submitting fake documents | Chandigarh News -  Times of India

Gujarat / ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત અફવા, ગુજરાત ગેસ લિમિટે…

આ આ અંગે એસ.ઓ.જી પોલીસને પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા ઇમ્તિયાજ જુસબભાઈ ખેરાણી નામના શખ્સ દ્વારા તેના બે સાગરીતો તોહીદ હનીફભાઈ ખલીફા અને સલીમ કરીમખાન લોદિન દ્વારા મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આયાત કરવામાં આવ્યો છે, અને રહેણાક મકાનમાં સંતાડી તેનું ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Odisha / CM નવીન પટનાયકને જાનથી મારી નાખવાનો મળ્યો પત્ર, તપાસનો આદેશ…

આબાતમીના આધારે ગઈકાલે રાત્રે એસઓજીની ટીમે ઓચિંતો દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી 5,20,000ની કિંમતનો 52 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી મળી આવેલો રૂપિયા પાંચ 5,20,000ની કિંમતનો જથ્થો કબજે કરી લઇ અન્ય માલમતા સહિત એસઓજીની ટીમે કુલ 5,91,000ની માલ સામગ્રી કબજે કરી લઈ ત્રણેય શખ્સોની અટકાયત કરીને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad / અંગદાન એ મહાદાન, બ્રેઇનડેડ પતિના અંગોએ  ત્રણ વ્યક્તિઓને નવજી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…