Not Set/ રૂપાણી સરકારે શહેરી-ગ્રામ્ય વિસ્તારોનાં સર્વાંગી વિકાસ માટે લીધા આવા અગત્યનાં નિર્ણયો

ગુજરાતની  રૂપાણી સરકારે ગુજરાત રાજ્યનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનાં સર્વાંગી વિકાસ માટે અગત્યનાં નિર્ણયો લીધા છે. આપને જણાવી દઇએ કે, સરકાર દ્વારા અમદાવાદનાં ૭, સુરતનાં ૮, વડોદરાનાં ૬ તેમજ જામનગર અને ભાવનગરનાં એક-એક ફ્લાયઓવરને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગઇ છે.  રાજ્યમાં કુલ ૨૩ ફ્લાયઓવરનાં કામ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીનું હોલીસ્ટીક અપ્રોચ સાથે […]

Top Stories Gujarat
gujarat rupani રૂપાણી સરકારે શહેરી-ગ્રામ્ય વિસ્તારોનાં સર્વાંગી વિકાસ માટે લીધા આવા અગત્યનાં નિર્ણયો

ગુજરાતની  રૂપાણી સરકારે ગુજરાત રાજ્યનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનાં સર્વાંગી વિકાસ માટે અગત્યનાં નિર્ણયો લીધા છે. આપને જણાવી દઇએ કે, સરકાર દ્વારા અમદાવાદનાં ૭, સુરતનાં ૮, વડોદરાનાં ૬ તેમજ જામનગર અને ભાવનગરનાં એક-એક ફ્લાયઓવરને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગઇ છે.  રાજ્યમાં કુલ ૨૩ ફ્લાયઓવરનાં કામ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું હોલીસ્ટીક અપ્રોચ સાથે ડેવલોપમેન્ટ કરાશે. આ સમગ્ર દેશમાં મોડેલરૂપ પ્રોજેક્ટ બનશે. વિશ્વામિત્રીમાં વારંવાર આવતા પૂરનાં નિયંત્રણ માટે પણ આ આયોજનમાં સવિશેષ કાળજી લેવાશે. 

અમદાવાદની ભાગોળે આવેલા દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના અનેક ગામોને સિંચાઈનું પાણી બારેમાસ મળશે.  ૨૦૨૨ સુધીમાં મહાનગરોના ૭૦ ટકા ગંદા પાણીને શુદ્ધ કરી પુન: ઉપયોગ લેવાશે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૧૯-૨૦નાં વર્ષમાં રાજ્યનાં મહાનગરોમાં અત્યાર સુધીમાં કુલ ૨૩ ફ્લાયઓવરનાં કામ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેમાં અમદાવાદનાં ૭, સુરતનાં ૮, વડોદરાનાં ૬ તેમજ જામનગર અને ભાવનગરમાં એક-એક ફ્લાયઓવર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા માટે તથા મહાનગરોમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી બને તે હેતુસર મુખ્યમંત્રીશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરાની લોકમાતા એવી વિશ્વામિત્રી નદીને તેના ઉદ્દગમ સ્થાન પાવાગઢથી લઈને અંતિમ છૌર ખંભાતનાં અખાત સુધી હોલીસ્ટીક એપ્રોચ સાથે ડેવલોપમેન્ટ કરવાના આયોજનને આખરી ઓપ આપવા માટે બેઠક યોજી વડોદરા સ્થિત વિશ્વામિત્રી નદીને ગ્રીનકવર દ્વારા સમગ્ર દેશમાં મોડેલરૂપ પ્રોજેક્ટ તરીકે વિકસાવાશે તેવો નિર્ણય કર્યો છે. આ નદીમાં બારેય મહિના શુદ્ધ અને પ્રદૂષણ રહિત પાણી મળી રહે તે માટે રૂપાણી સરકાર પ્રયાસ કરશે.

વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે આવતા પૂરને પરિણામે વડોદરાના જનજીવનને જે અસર પડે છે તેના કાયમી નિવારણ માટે એક સર્વગ્રાહી આયોજન ઘડવું જરૂરી હોય વિશ્વામિત્રીમાં વારંવાર આવતા પૂરના નિયંત્રણ માટે પણ આ આયોજનમાં સવિશેષ કાળજી લેવામાં આવશે. વિશ્વામિત્રી નદી વડોદરા નગરની સુંદરતામાં વૃદ્ધિ કરે તેવી પ્રદૂષણરહિત અને બારેય માસ સતત શુદ્ધ જળપ્રવાહ વહેતો રહે, ગ્રીન કવર પણ વધે તેવી વ્યવસ્થાઓ આ આયોજનમાં થશે. આ સિવાય..

સુએજનાં શુદ્ધિકરણ થયેલા પાણીનાં પુન:વપરાશ માટે ફતેવાડી કેનાલમાં સિંચાઈ હેતુસર એક કરોડ રૂપિયાનાં ખર્ચે ૪૦૦ એમ.એલ.ડી. શુદ્ધિકરણ થયેલું પાણી અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામોનાં ખેડૂતોને સિંચાઈ માટે આપવાની નવતર પહેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરી છે.

આ પાણીને પરિણામે અંદાજે ૧૨ હજાર હેકટર જમીનને સિંચાઈ સુવિધા મળતી થશે અને ધરતીપુત્રોની કૃષિ આવકમાં રૂ. ૮૦ કરોડનો વધારો થશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના ઉપયોગ દ્વારા ગુજરાત ૨૦૨૨ સુધીમાં મહાનગરોમાં વપરાયેલા ૭૦ ટકા ગંદા પાણીનો પુન: ઉપયોગ કરશે. એટલું જ નહીં ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે ૮ ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં પણ રૂપાણી સરકાર આગળ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.