Russia-Ukraine war/ અમેરિકાના રાષ્ટ્રપતિથી નારાજ રશિયાએ ઉઠાવ્યું આ પગલું,જાણો વિગત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેન પર રશિયાના હુમલામાં કિવ સિવાય ખાર્કિવ અને મેરીયુપોલ જેવા શહેરો કાટમાળનો ઢગલો બની ગયા છે.

Top Stories World
6 29 અમેરિકાના રાષ્ટ્રપતિથી નારાજ રશિયાએ ઉઠાવ્યું આ પગલું,જાણો વિગત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેન પર રશિયાના હુમલામાં કિવ સિવાય ખાર્કિવ અને મેરીયુપોલ જેવા શહેરો કાટમાળનો ઢગલો બની ગયા છે. આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું અંતિમ પરિણામ શું આવશે? આ દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના તાજેતરના નિવેદનને લઈને રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકી રાજદૂતને બોલાવ્યા છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે બિડેનના કારણે રશિયા-અમેરિકાના સંબંધો તૂટવાની અણી પર છે.ખરેખર, યુએસ પ્રમુખ જો બિડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચેતવણી આપી છે કે જો ચીન યુક્રેનના શહેરો પર ભયાનક હુમલાઓ કરી રહેલા રશિયાને મદદ આપવાનું નક્કી કરે છે, તો તેની બેઇજિંગ માટે કેટલીક અસરો અને પરિણામો આવશે.

યુદ્વને 26 દિવસ થઈ ગયા છે અને રશિયન સેના હવે યુક્રેનને કબજે કરવા માટે હાઈપરસોનિક અને ક્રુઝ મિસાઈલ વડે સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવી રહી છે. એક તરફ રશિયાની આક્રમકતા વધી રહી છે તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા તૈયાર છે. પુતિન સાથેની વાતચીતની સાથે જ ઝેલેન્સકીએ એ પણ સંકેત આપ્યો છે કે જો તે નિષ્ફળ જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે.