Russia News: રશિયાએ કેન્સરને લઈને મોટી જાહેરાત કરી છે. તેણે દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી બનાવી છે. જે તમામ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. રશિયાનું કહેવું છે કે આ રસી ગાંઠની વૃદ્ધિને અટકાવશે. આ સમાચાર વિશ્વભરના કેન્સરથી (cancer) પીડિત લોકો માટે આશાનું કિરણ છે.
રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે આ રસી 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. તે રશિયામાં કેન્સરના દર્દીઓને કોઈપણ શુલ્ક વિના આપવામાં આવશે. રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રી કેપ્રિને આ રસી વિશે માહિતી આપી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સર માટે બનાવવામાં આવી છે અને તે કેટલી અસરકારક રહેશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અગાઉ કહ્યું હતું કે તેમના દેશના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કેન્સરની રસી વિકસાવવા પર કામ કરી રહ્યા છે. પુતિને આ માહિતી મોસ્કો ફોરમ ઓન ફ્યુચર ટેકનોલોજી કાર્યક્રમ દરમિયાન આપી હતી.કેન્સરની દવાના માનવીય પરીક્ષણો સપ્ટેમ્બર 2023માં, AOH1996 નામની કેન્સરની દવાના માનવીય પરીક્ષણો યુનાઇટેડ સ્ટેટ્સમાં શરૂ થયા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવા શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડ્યા વિના કેન્સરની ગાંઠોને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દવાનું નામ અન્ના ઓલિવિયા હીલીથી પ્રેરિત છે, જેનો જન્મ 1996માં થયો હતો. તેને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કેન્સર હતું. તેણીનું 2005 માં અવસાન થયું. તેણી 9 વર્ષની હતી. ન્યુરોબ્લાસ્ટોમા એ એક કેન્સર છે જે બાળકોમાં થાય છે.તે મૂત્રપિંડ પાસેનું ગ્રંથીઓનું કેન્સર છે, જે પેટ, છાતી અને ગરદનના હાડકામાં વિકસે છે. એક વૈજ્ઞાનિકે કહ્યું- અમે નવ વર્ષની અન્ના ઓલિવિયા હીલીને શ્રદ્ધાંજલિ આપતાં કેન્સરને દૂર કરતી નવી દવાને AOH1996 નામ આપ્યું છે.
ભારતમાં 2022 માં કેન્સરના 14.13 લાખ નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 7.22 લાખ મહિલાઓ અને 6.91 લાખ પુરુષોમાં કેન્સર જોવા મળ્યું હતું. 2022માં કેન્સરને કારણે 9.16 લાખ દર્દીઓના મોત થયા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો અંદાજ છે કે દેશમાં કેન્સરના દર્દીઓ 5 વર્ષમાં 12%ના દરે વધશે, પરંતુ સૌથી મોટો પડકાર નાની ઉંમરે કેન્સરનો શિકાર બનવાનો છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ નાની ઉંમરમાં કેન્સર થવાનું સૌથી મોટું કારણ આપણી જીવનશૈલી છે.
આ રસીનું નામ હજુ જાહેર થયું નથી. રશિયામાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. 2022માં 6.35 લાખથી વધુ નવા કેન્સરના દર્દીઓ મળી આવ્યા હતા. આમાં, આંતરડાનું કેન્સર, સ્તન કેન્સર અને ફેફસાનું કેન્સર સૌથી સામાન્ય છે. રશિયાનું કહેવું છે કે આ રસી ટ્યૂમરની વૃદ્ધિને ધીમી કરી શકે છે સાથે જ તેનું કદ પણ ઘટાડી શકે છે.
આ પણ વાંચો: રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી મામલે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ, ‘દેશના હિતમાં નિર્ણય, ખરીદી બંધ નહી કરે’
આ પણ વાંચો: રશિયામાંથી ક્રૂડ ઓઈલની નિકાસની શું છે સ્થિતિ?
