New Vaccine/ રશિયાએ સિંગલ ડોઝવાળી ‘સ્પુતનિક લાઇટ’ નામની નવી વેક્સિન બનાવી, જાણો કેટલી છે અસરદાર?

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કેર જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, 2019 નાં અંતે, ચાઇનામાં કોરોના વાયરસ મળી આવ્યો હતો, જ્યા સુધી અન્ય દેશો કોઈ પગલું ભરે ત્યા સુધીમાં આ મહામારી બનીને સમગ્ર દુનિયામાં ફેલાઇ ગયો.

Top Stories World
123 119 રશિયાએ સિંગલ ડોઝવાળી 'સ્પુતનિક લાઇટ' નામની નવી વેક્સિન બનાવી, જાણો કેટલી છે અસરદાર?

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કેર જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, 2019 નાં અંતે, ચાઇનામાં કોરોના વાયરસ મળી આવ્યો હતો, જ્યા સુધી અન્ય દેશો કોઈ પગલું ભરે ત્યા સુધીમાં આ મહામારી બનીને સમગ્ર દુનિયામાં ફેલાઇ ગયો. જો કે, વૈજ્ઞાનિકોએ સખત મહેનત કરી અને એક વર્ષમાં જ વેક્સિન વિકસાવી લીધી.

વિવાદ / ગેટ્સ દંપતીના છૂટાછેડા કેસમાં કઈ રીતે થશે સંપત્તિનું વિભાજન, શું થશે વિવાદ ?

અત્યાર સુધીમાં, વિશ્વમાં જેટલી પણ રસી આવી છે તેનાં બે ડોઝ લોકોને આપવા જરૂરી છે. આ વેક્સિન લીધા બાદ બે થી ચાર અઠવાડિયા પછી શરીરમાં કોરોના સામે એન્ટિબોડીઝ બને છે, પરંતુ હવે રશિયન વૈજ્ઞાનિકોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.  સાથે જ સ્પુતનિક સીરીઝની એક નવી રસી વિકસાવી છે, જે ઝડપથી કામ કરે છે. રશિયાએ ગુરુવારે માહિતી આપતા કહ્યું કે, તેમણે સ્પુતનિક ફેમિલીની નવી રસી વિશ્વની સામે મૂકી છે. હવે તેનું નામ સ્પુતનિક લાઇટ છે. જૂની રસીમાં, જ્યાં લોકોને બે ડોઝ આપવામાં આવતા હતા, તો વળી આ લાઇટ વર્જનમાં રસીનો એક જ ડોઝ પૂરતો હશે. આ ઉપરાંત, આ રસી વાયરસ પર 80 ટકા સુધી અસરકારક રહેશે. રશિયાનો દાવો છે કે સ્પુતનિક લાઇટને લીધે, વિશ્વભરમાં રસીકરણ પ્રક્રિયા ઝડપી થઈ શકે છે. વળી જ્યારે પણ કોઇ દેશ કે રાજ્યમાં આ મહામારીની પીક આવશે તો તે આને રોકવામાં મદદ કરશે.

ડેટા જાહેર / શું ભારત કરતા દ.કોરિયાની બંને રસીઓ વધારે કારગત?, બે ડોઝ લેનારને વિદેશયાત્રા પછી ક્વોરન્ટાઇન લાગુ નહીં

રશિયન વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર નવી રસી કોવિડ-19 વાયરસ સામે એકંદરે 79.4 ટકા અસરકારક છે. આ સિવાય, જે લોકોને આ રસી આપવામાં આવી છે તેમાંનાં 91.7 ટકા લોકોમાં એન્ટિબોડીઝ બની ગઇ છે, જોકે તે 28 દિવસનો સમય લે છે. વળી, ટ્રાયલમાં સામેલ 100 ટકા લોકોની સેલ ઇમ્યુન રિસ્પોન્સ સિસ્ટમે, કોરોના વાયરસ વિરુદ્ધ સંપૂર્ણ રીતે કામ કરવાનું ચાલુ રાખ્યું. વિજ્ઞાનીકોએ ટ્રાયલમાં કેટલાક લોકોને શામેલ કર્યા હતા જેમની અંદર પહેલેથી એન્ટિબોડી હતી. તે 10 દિવસમાં, 40 ગણી વધુ એન્ટિબોડીઝ મળી આવી હતી.

majboor str 4 રશિયાએ સિંગલ ડોઝવાળી 'સ્પુતનિક લાઇટ' નામની નવી વેક્સિન બનાવી, જાણો કેટલી છે અસરદાર?